🔥 TRENDING जालौन में भारी बारिश के चलते 26 सितंबर... Bengaluru Court Rejects Bail for IAS O... Lawyers Petition Supreme Court and Att... Samajwadi Party Veteran Ram Govind Cha... Delhi Police Head Constable Amarjeet K... Supreme Court Lets Meeran Haider Repor...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાગર, સલાદરા કબ્રસ્તાનમાં હઝરત મજલેસાબ બાવાની તુરબત હલાવાની ઘટના
Religion

વાગર, સલાદરા કબ્રસ્તાનમાં હઝરત મજલેસાબ બાવાની તુરબત હલાવાની ઘટના

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 08 Sep 2026, 08:50 PM 👁 195
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરના સલાદરા કબ્રસ્તાનમાં હઝરત મજલેસાબ બાવાની તુરબત હલાવાની જાણકારી ફેલાઈ અને મોટી સંખ્યામાં અકીદતમંદો એકત્રિત થયા.

વાગરના સલાદરા કબ્રસ્તાનમાં હઝરત મજલેસાબ બાવાની તુરબત હલાવાની ઘટના સ્થાનિક સ્તરે ઝડપથી ફેલાઈ.

ઘટનાની જાણ મળતા જ અકીદતમંદો મોટી સંખ્યામાં કબ્રસ્તાનની આસપાસ ઉમટી પડ્યા, જ્યાં તેઓ તુરબતની સુરક્ષા અને પુનઃસ્થાપન માટે ચર્ચા કરતા રહ્યા.

હઝરત મજલેસાબ બાવાની તુરબત પાસે ફૂલ-ફાતેહા બાદ મોટી ભીડ એકત્રિત થઈ, જેમાં ભાગ લેનારાઓએ સલાતો-સલામ પેશ કરી અને દુઆઓ ગુજારી.

પ્રાધાન્ય આપીને, સ્થળ પર પોલીસ અને કબ્રસ્તાન અધિકારીઓએ વ્યવસ્થા કરી, જેથી ભીડને સલામતીપૂર્વક પ્રાર્થના કરવા દેવામાં આવી.
*સલાદરા કબ્રસ્તાનમાં મજલેસાબ બાવાની તુરબત હલવાની ઘટનાની વાત ફેલાતા અકીદતમંદો ઉમટ્યા*


વાગરાના સલાદરા કબ્રસ્તાનમાં મજાર હલવાની ઘટનાની વાત ફેલાતા અકીદતમંદો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
હઝરત મજલેસાબ બાવાની તુરબત પાસે ફૂલ-ફાતેહા બાદ બની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકોએ સલાતો-સલામ પેશ કરી દુઆઓ ગુજારી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સલાદરા ગામમાં આવેલા કબ્રસ્તાન ખાતે સોમવારના રોજ હઝરત મજલેસાબ બાવાની દરગાહ પર એક અનોખી ઘટના બન્યાની વાતને પગલે શ્રદ્ધાળુઓમાં કુતૂહલ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, વાગરા વિસ્તારના કેટલાક યુવાનો હઝરત મજલેસાબ બાવાની તુરબત પર ફૂલ-ફાતેહા માટે સલાદરા કબ્રસ્તાન ખાતે ગયા હતા. દરમિયાન અચાનક દરગાહ હલવા લાગી હોવાનો અનુભવ યુવાનોએ કર્યો હતો. ઘટનાની જાણ થતાં મજાર પર હાજર યુવાનોએ ટેલિફોન મારફતે હઝરત આમીન બાપુને જાણ કરી હતી. જાણ થતાં તેઓ તાત્કાલિક સલાદરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા.દરમિયાન આ ઘટનાની વાત આસપાસના ગામોમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં અકીદતમંદો સલાદરા કબ્રસ્તાન ખાતે ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા સલાતો-સલામ પેશ કરી દુઆઓ ગુજારવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર સ્થળે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગને અનુસંધાને મંગળવારની સાંજે અસરની નમાજ બાદ સલાદરા કબ્રસ્તાન ખાતે ફાતેહા ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાગરા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા અને શ્રદ્ધાપૂર્વક ફાતેહા અદા કરી દુઆઓ ગુજારી હતી.આ ઘટનાને શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને માન્યતા સાથે જોઈ રહ્યા છે.
📲Get App