🔥 ट्रेंडिंग સુરતમાં ચોમાસા પહેલા મચ્છરજન્ય રોગચાળા... નખત્રાણાના છારી પૈયામાં દીપડાનો આતંક:... लोहरदगा के कुजरा गांव में खूंखार तेंदु... महाराष्ट्र ने चार लोकायुक्त कारों के ल... महाराष्ट्र FDA ने 4.77 करोड़ रुपये के... पूर्वानंद महाराज के शिष्य का आत्महत्या...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર: જિલ્લામાં 'આપણી આંગણવાડી આપણી જવાબદારી' વિષય પર જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
स्वास्थ्य

મહીસાગર: જિલ્લામાં 'આપણી આંગણવાડી આપણી જવાબદારી' વિષય પર જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 08 सित. 2026, 05:17 PM 👁 43
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા,
મહીસાગર જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા રાષ્ટ્રીય પોષણ માહ (૯ સપ્ટેમ્બર - ૮ ઓક્ટોબર, ૨૦૨૬) ના સંદર્ભમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થની અધ્યક્ષતામાં તમામ સંલગ્ન શાખાના નોડલ ઓફિસરશ્રીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે 'મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦' હેઠળ આ પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પોષણ માસ ના મુખ્ય ઉદ્દેશ્ય પોષણ સૂચકાંકોમાં સુધારો કરવા માટે દેશભરમાં પોષણ-કેન્દ્રિત સંવેદનશીલતા વધારવાનો છે.
આ વર્ષના રાષ્ટ્રીય પોષણ માહની મુખ્ય થીમ "આપણી આંગણવાડી આપણી જવાબદારી" નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા અન્ય પાંચ પેટા-થીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, આંગણવાડી કેન્દ્રો પર તાજું ગરમ રાંધેલું ભોજન , સામુદાયિક માલિકીપણું અને જવાબદારી, બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજન, તથા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત માતાના સ્વાસ્થ્ય માટે રોકડ સહાયનો સમાવેશ થાય છે.
આ થીમ્સ અંતર્ગત આંગણવાડી સ્તરે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેવી કે પોષણ રેલી, સ્વસ્થ અને વૈવિધ્યસભર રેસીપી નિદર્શન, સાપ્તાહિક મેનુ રોટેશન, આંગણવાડી વ્યવસ્થાપન સમિતિઓનું સક્રિયકરણ, અને પીએમએમવીવાય માટે ૧૦૦% નોંધણી ઝુંબેશ અને નાગરિક જાગૃતિ અભિયાન. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તમામ સંબંધિત વિભાગોને આ કાર્યક્રમોને જન આંદોલન સ્વરૂપે સફળ બનાવવા અને યોગ્ય સંકલન સાધીને કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી મહીસાગર જિલ્લામાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય.
આ બેઠક માં ડીઆરડીએ ડાયરેક્ટરશ્રી ચંદ્રિકાબેન ભાભોર, ઇન્ચાર્જ સીડીપીઓશ્રી તેમજ અધિકારીશ્રીઓ અને આઈસીડીએસ શાખાના કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા.
📲Get App