🔥 TRENDING 290 People Conduct Investigation at Cl... Congress Pays Tribute to Mahatma Gandh... રાજકોટના રત્નમ બંગ્લોઝ વિસ્તારમાં ચોરી... Body of Young Woman Found in Bag Near... सुमेरपुर: कांग्रेस नेताओं ने बाबा गांव... Anantnag Police arrested Danish Ahmad...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં શ્રી મનીષાબેન ઠાકોરભાઈ પટેલને 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન
Education

સુરતમાં શ્રી મનીષાબેન ઠાકોરભાઈ પટેલને 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Sep 2026, 10:10 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા 2026-27 માટે શ્રી મનીષાબેન ઠાકોરભાઈ પટેલને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગએ 2026-27 શિક્ષણ ગુણવત્તા સુધારણા કાર્યક્રમના ભાગરૂપે શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી મનીષાબેન ઠાકોરભાઈ પટેલને 'પ્રતિભાશાળી શિક્ષક' તરીકે સન્માનિત કર્યા. આ સન્માન શિક્ષક દિને સુરતના માનનીય મેયર શ્રી માયાબેન માવાણી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર કાપડિયાના હસ્તે કરવામાં આવ્યું.

મનીષાબેનને શાળા કક્ષામાં કરેલ વિવિધ ઇનોવેશન, જેમ કે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, પ્રાર્થના સંમેલનમાં સુવિચાર દ્વારા ચરિત્ર નિર્માણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, લેંગ્વેજ લેબ, નાટયીકરણ અને રમત દ્વારા અંગ્રેજી ભાષાનું શિક્ષણ, વગેરેના આધારે આ સન્માન મળ્યું.

શાળાના આચાર્ય શ્રી રોશનીબેન ટેલર અને શાળાના તમામ શિક્ષકોએ મનીષાબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા. CRC-01 ના CRC શ્રી અમિતભાઈ ટેલરે પણ 'પ્રતિભાશાળી શિક્ષક' તરીકે પસંદગી પામવા બદલ મનીષાબેનને શુભેચ્છા આપી.
📲Get App