🔥 TRENDING महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... ಆವರಗೊಳ್ಳದಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯ ವೀರಭದ್ರೇಶ್ವರ ಜ... महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... सभी भक्तों को आमंत्रण Sports Creating New Opportunities for... J&K Government Approves Bilquis Mirs’...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખાનપુર તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરાઈ

ખાનપુર તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરાઈ

✍️ Reporter: Burhaan sibhai 🗓 07 Sep 2026, 09:32 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદ ખેંચાતા અને ચાલુ વર્ષે વરસાદ ઓછો થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે આજરોજ ખાનપુર તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર માં જણાવેલ કે વરસાદના અભાવે ચોમાસુ પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે કડાણા ડેમમાંથી સિંચાઈ માટે તેમજ તળાવો ભરવા માટે પાણી આપવામાં આવે ઉપરાંત પશુઓ માટે ઘાસચારો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવે તો વધુમાં ખેડૂતોએ માંગણી કરી છે કે હાલ ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં મુકાયેલ હોવાથી પાક ધિરાણ માફ કરવામાં આવે અને ખેતીનો સર્વે કરી નિષ્ફળ ગયેલી ખેતી બદલ ખેડૂતોને નિયમ મુજબ જરૂરી સહાય પૂરી પાડવામાં આવે
📲Get App