🔥 ट्रेंडिंग कोलकाता हाई कोर्ट ने कांग्रेस की याचिक... मेघालय सरकार ने बांग्लादेशीय घुसपैठ रो... हिमाचल के सीएम सुखु ने पूर्व मंत्री मं... कथुआ जलविद्युत संयंत्र में सीआईएसएफ जा... कुकी‑जो परिषद ने संघ शासित प्रदेश की म... मिज़ोरम ने मणिपुर के चुराचंदपुर के लिए...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માનગઢ ગામના ભવનાથ અને નીલકંઠ મહાદેવ મંદિરે ભવ્ય દીપમાળા, મહાપૂજા અને મહાઆરતી યોજાઈ
धर्म

માનગઢ ગામના ભવનાથ અને નીલકંઠ મહાદેવ મંદિરે ભવ્ય દીપમાળા, મહાપૂજા અને મહાઆરતી યોજાઈ

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 07 सित. 2026, 12:47 PM 👁 57
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માનગઢ ગામમાં આવેલા ભવનાથ મહાદેવ અને નીલકંઠ મહાદેવ મંદિરે આજે વિશેષ દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો દ્વારા મહાપૂજા અને મહાઆરતી કરવામાં આવી હતી.

માનગઢ ગામમાં ધાર્મિક ઉત્સાહ સાથે ભવનાથ મહાદેવ અને નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે મંદિરોને દીવડાઓથી ઝળહળાવી દેવામાં આવ્યા હતા, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત ભગવાન શિવની વિશેષ મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજા વિધિમાં ગામના અગ્રણીઓ વિપુલભાઈ રાજાભાઈ ગોયાણી અને ઝીણાભાઈ બાલાભાઈ ભરવાડ જોડાયા હતા. તેઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાપૂજા સંપન્ન કરી આરતીનો લાભ લીધો હતો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
📲Get App