🔥 TRENDING ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਲੋਦੀ ਤੇ ਗੁੰਨੋ ਮਾਜਰਾ ਪਿੰ... સાબરકાંઠા જિલ્લામાં 14 સપ્ટેમ્બર 2026... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਰੋਪੜ ਵਾਲਮੀਕ ਗੇਟ... રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વે... હિંમતનગર નગરપાલિકાના તંત્રને જાગૃત કરવ... Mizoram CM Urges Hindi Skills for Jobs...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બગસરા નગરપાલિકા દ્વારા રાજ્યવ્યાપી ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત સઘન સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 07 Sep 2026, 09:52 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બગસરા નગરપાલિકા દ્વારા રાજ્યવ્યાપી ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત સઘન સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું

બગસરા, તા. ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ -
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અન્વયે રાજ્યવ્યાપી “સ્વચ્છતા • જળ સંચય • હરિયાળી” ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત બગસરા નગરપાલિકા, તાલુકા વહીવટી તંત્ર તથા વન વિભાગ, બગસરાના સંયુક્ત ઉપક્રમે સઘન સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું.

બગસરા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જાહેર સ્થળોની સઘન સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસંચય અંગે જાગૃતિ કેળવવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગેની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુસર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

ચીફ ઓફિસર શ્રી કારિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ પાથર, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કાનાભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી હરેશભાઈ ધાંધલ તથા બગસરા શહેર ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાદરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં બગસરા નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તથા વન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપરાંત શહેરી વિસ્તારના સદસ્યો, ગ્રામ્ય વિસ્તારના સરપંચો, ઉપસરપંચો, સભ્યો અને આગેવાનો જોડાયા હતા.

રાજ્યવ્યાપી આ ત્રિવિધ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે જનભાગીદારી વધારવા, વરસાદી પાણીના સંચયને પ્રોત્સાહન આપવા તથા પર્યાવરણના જતન માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરી હરિયાળી વધારવાનો છે. બગસરામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો અને સ્થાનિક આગેવાનો સાથે નાગરિકોની સહભાગિતાથી સ્વચ્છ, જળસંપન્ન અને હરિયાળું બગસરા બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App