🔥 ट्रेंडिंग 67 साल के मोहन पाराशर करेंगे भारत का प... उदयपुर के 2 करोड़ रिश्वत मामले में एएस... વાઘજીપુર ગામે આંગણવાડી કેન્દ્ર સાત પર... સેવા સંકલ્પ અભિયાન’* आधार कार्ड अपडेट होने हीजरूरी है શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી શર...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના સચિન રેલવે સ્ટેશન પર સામાન્ય બોલાચાલીમાં યુવકના માથામાં પથ્થર મારી જીવલેણ હુમલો, હુમલાખોર ફરાર
अपराध

સુરતના સચિન રેલવે સ્ટેશન પર સામાન્ય બોલાચાલીમાં યુવકના માથામાં પથ્થર મારી જીવલેણ હુમલો, હુમલાખોર ફરાર

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 07 सित. 2026, 01:44 PM 👁 53
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સચિન રેલવે સ્ટેશન પર મોડી રાત્રે બે શખ્સો વચ્ચે થયેલી બોલાચાલીમાં શિવા નામના શખ્સે પ્રતાપ નામના યુવક પર પથ્થરથી જીવલેણ હુમલો કર્યો હતો.

સુરતના સચિન રેલવે સ્ટેશનની સીડી પર મોડી રાત્રે બે શખ્સો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી ખૂની સંઘર્ષમાં પરિણમી હોવાની ઘટના સામે આવી છે. અહીં શિવા નામના શખ્સે પ્રતાપ નામના યુવકના માથા પર પથ્થર ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ યુવક લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રતાપને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી યુવક શંકાસ્પદ રીતે નિર્વસ્ત્ર હાલતમાં મળી આવતા સમગ્ર મામલે અનેક આશંકાઓ સેવાઈ રહી છે. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

બીજી તરફ, જીવલેણ હુમલો કર્યા બાદ હુમલાખોર શિવા ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે બનેલી આ ઘટનાને પગલે ત્યાં તહેનાત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP)ની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
📲Get App