🔥 TRENDING Heavy Rain and Thunderstorms Forecaste... Malaika Arora Sparks Dating Rumors in... Ghetto Kids go viral again after danci... Probe into Tiger Shroff attack takes n... Shreya Ghoshal Highlights Creative Fre... Ayushmann Khurrana’s Udta Teer Promo a...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વંથલીના ખોરાસામાં ૧૩૧ વર્ષ જૂના વેંકટેશ દેવસ્થાને યોજાયો ભવ્ય લઠા ઉત્સવ: ૩૦ ફૂટ ઊંચા સ્તંભ પર લઠ્ઠ જામ્યો રોમાંચક જંગ
Religion

વંથલીના ખોરાસામાં ૧૩૧ વર્ષ જૂના વેંકટેશ દેવસ્થાને યોજાયો ભવ્ય લઠા ઉત્સવ: ૩૦ ફૂટ ઊંચા સ્તંભ પર લઠ્ઠ જામ્યો રોમાંચક જંગ

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 06 Sep 2026, 02:00 PM 👁 128
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના વંથલી તાલુકાના ખોરાસા ગામે આવેલા ૧૩૧ વર્ષ જૂના વેંકટેશ દેવસ્થાન ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય નંદઉત્સવ અને લઠા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ૩૦ ફૂટ ઊંચા લપસણા સ્તંભ પર લઠા સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા ગામમાં આવેલા ૧૩૧ વર્ષ જૂના ભગવાન વેંકટેશ દેવસ્થાન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય નંદઉત્સવ અને લઠા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઠાકોરજીની કદંબ વાહન સવારી યોજાઈ હતી, જેના દર્શન કરવા માટે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર ખોરાસા ગામ ભક્તિ અને ઉત્સાહના માહોલમાં રંગાઈને ગોકુળધામ સમાન બની ગયું હતું.

આ વર્ષના ઉત્સવનું મુખ્ય આકર્ષણ ૩૦ ફૂટ ઊંચા ચીકણા સ્તંભ પર યોજાયેલી મટકી ફોડ સ્પર્ધા રહી હતી. પાણીના કુંડની વચ્ચે ઊભા કરવામાં આવેલા આ સ્તંભને માખણ, ગ્રીસ અને ભીંડીના પાણીથી અત્યંત લપસણો બનાવવામાં આવ્યો હતો. આ મુશ્કેલ પડકારને પાર કરવા અને મટકી ફોડવા માટે ૧૧ યુવાનો સામે ૨૨ યુવાનો વચ્ચે અત્યંત રોમાંચક મુકાબલો ખેલાયો હતો.

સ્પર્ધા દરમિયાન યુવાનો જેમ જેમ સ્તંભ પર ચઢવાનો પ્રયાસ કરતા, તેમ તેમ કુંડમાંથી તેમના પર પાણી ઉડાડીને તેમને નીચે ઉતારવાના પ્રયાસો કરવામાં આવતા હતા. આ રોમાંચક દૃશ્યોને કારણે સમગ્ર મેદાનમાં હાજર જનમેદનીમાં ભારે ઉત્સાહ અને હર્ષનાદ જોવા મળ્યો હતો. અનેક નિષ્ફળ પ્રયાસો છતાં યુવાનોએ હિંમત હારી નહોતી અને આખરે ભારે મથામણ બાદ મટકી ફોડવામાં સફળતા મેળવી હતી.

મટકી ફૂટતાં જ સમગ્ર વાતાવરણ ‘નંદ ઘેર આનંદ ભયો’ના ઉલ્લાસથી ગુંજી ઊઠ્યું હતું અને લોકોમાં આનંદની લહેર દોડી ગઈ હતી. ઉત્સવના સમાપન પર વિજેતા બનેલા યુવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પરંપરા, ભક્તિ, સાહસ અને લોકઉત્સાહના અનોખા સંગમ સમાન આ ઉત્સવે ખોરાસા ગામમાં જન્માષ્ટમીની ઉજવણીને યાદગાર બનાવી દીધી હતી.
📲Get App