Religion
પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ઉપર એકદંત યુવક મંડળ અને કોર્પોરેટર શ્રી આશિષભાઈ જોશીના સહયોગથી દહીહાંડીના કાર્યક્રમનું આયોજન કરેલ હતું
ગઈ કાલે રાત્રે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ઉપર આવેલ કોમ્પલેક્ષ કોમ્પલેક્ષની સામે એકદંત યુવક મંડળ દ્વારા અને વોર્ડ નંબર ૧૫ના હરહંમેશ પોતાના વોર્ડનો સર્વાંગી વિકાસ થાય અને વોર્ડના કોઈપણ પ્રકારના અટવાયેલ પ્રજાકીય કાર્ય કરવામાં કોર્પોરેશનના અધિકારીઓ સામે બાયો ચડાવીને કામ પૂર્ણ કરાવનાર સૌના લોકલાડીલા કાઉન્સિલર શ્રી આશિષભાઈ જોશીના સહયોગથી દહીહાંડી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ પહેલા ખુબ જ આકર્ષક રંગોળી બનાવવામાં આવેલ હતી.તે રંગોળી જોનારાઓએ રંગોળીની અને તેને બનાવનારના મોં ફાટ વખાણ કર્યા હતાં અને રંગોળીની આસપાસ ઉભા રહીને પોતાની સેલ્ફી અને પોતાના ફોટા પણ પડાવવાની મજા લીધી હતી. ત્યારબાદ નાના નાના બાળકો માટે અવનવા ફટાકડાની આતશબાજી કરી હતી.કાર્યક્રમના અંતમાં મહારાષ્ટ્ર થી આવેલા ગોવિંદાઓએ ખૂબ જ સહેલાઈથી આશરે ૩૦ ફૂટ ઉપર ચડીને મટકી ફોડવાનો કાર્યક્રમ સુંદર રીતે પાર પાડ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાઘોડિયા વિધાનસભાના દબંગ ધારાસભ્ય તરીકે પ્રખ્યાત થયેલા પૂર્વ ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ તેમની સાથે વોર્ડના પૂર્વ કાઉન્સિલર એવા એમના સુપુત્ર શ્રી દિપકભાઈ શ્રીવાસ્તવ,તેમની સુપુત્રી નીલમબેન શ્રીવાસ્તવ, શ્રી હિરેનભાઈ શાહ અને એકદંત યુવક મંડળના આયોજક શ્રી હિતેશભાઈ માછી,શ્રી રાજુભાઈ બારોટ, ખાસ ઉપસ્થિત થયા હતા.