🔥 TRENDING India-Pakistan Legends Cricket Match C... સેવા જ્યોતિ યાત્રા' યોજાઈ Kerala Lottery: Dhanalekshmi DL-72 res... Kerala Lottery DL-72 Results: First Pr... Ellyse Perry Expresses Discontent Over... 45-acre land missing in Erravalli, Rev...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં મંગલમ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

વિરમગામમાં મંગલમ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

✍️ Reporter: Gilani Asikali 🗓 06 Sep 2026, 10:32 PM 👁 98
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જન્માષ્ટમીની ઉજવણી માટે પરિવાર બહાર ગયો હતો, તે દરમિયાન લાખોની ચોરી
વિરમગામ શહેરના મંગલમ સોસાયટી વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરિવારજનો જન્માષ્ટમીની ઉજવણી માટે બહાર ગામ ગયા હતા, તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ ઘરમાં રાખેલા લાકડાના તમામ કબાટ તોડી સોનાની ચૂંડી, ચાંદીના સડા, ચાંદીના નાના-મોટા દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. 59,600નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ઘરફોડ ચોરીની જાણ થતાં મકાનમાલિક જતીન મહેન્દ્રભાઈ શાહ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વિરમગામ ટાઉન પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App