🔥 ट्रेंडिंग કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સજાતા ક... भानपुरा में सूर्यवंशी कुमरावत तंबोली स... मिज़ोराम में गिरफ्तार हुआ मणिपुर का व्... मिज़ोराम पुलिस ने पुलिस स्मरण दिवस मना... पूर्व मिज़ोरम गृह सचिव एच लालेन्गमैविय... एक दशक में यूडान ने बदल दी भारत की क्ष...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં કોમી એકતાની અનોખી મિસાલ: છડી મહોત્સવની ભવ્ય યાત્રાનું લઘુમતી મોરચા દ્વારા કરાયું સ્વાગત
स्थानीय

ભરૂચમાં કોમી એકતાની અનોખી મિસાલ: છડી મહોત્સવની ભવ્ય યાત્રાનું લઘુમતી મોરચા દ્વારા કરાયું સ્વાગત

✍️ रिपोर्टर: Nilesh Chaudhari 🗓 06 सित. 2026, 12:38 PM 👁 65
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચમાં યોજાયેલી છડી મહોત્સવની ભવ્ય યાત્રા દરમિયાન કોમી એકતાના દર્શન થયા હતા, જ્યાં લઘુમતી મોરચાના આગેવાનોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ભરૂચ શહેરમાં કોમી એકતા અને ભાઈચારાની એક અનોખી મિસાલ જોવા મળી છે. અહીં પરંપરાગત રીતે યોજાયેલા છડી મહોત્સવની ભવ્ય યાત્રાનું સ્થાનિક લોકો અને વિવિધ સંગઠનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ ભવ્ય યાત્રા દરમિયાન ભાજપ ભરૂચ શહેર લઘુમતી મોરચાના મહામંત્રી સાજીદભાઈ શેખ ઉર્ફે નવાબ અને તેમની ટીમ દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લઘુમતી સમાજના આગેવાનોએ આગળ આવીને આ ઉત્સવને આવકારી કોમી સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ અને લોકોની સુવિધા માટે સાજીદભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા પીવાના પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, યાત્રાના અગ્રણીઓ અને આગેવાનોને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
📲Get App