🔥 TRENDING હિમતનગરમાં રાજસ્થાનથી આવતી સ્વિફ્ટ ડિઝ... ભરૂચમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિ... Uttarakhand orders action against five... Haryana DELED 2026 Exam Datesheet Rele... Haryana CM Saini Announces Month-Long... Sharadendu forfeits ₹46 lakh job offer...
06 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચાપાથળ ખાતે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૧.૪૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

ચાપાથળ ખાતે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૧.૪૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 06 Sep 2026, 12:38 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચાપાથળ ખાતે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૧.૪૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

ચાપાથળ ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે સુવિધા પથ અને રૂ. ૭૫.૪૩ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવા મકાનનું નિર્માણ થશે


અમરેલી તા. ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૬
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવાના હેતુસર વિવિધ વિકાસકાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ચાપાથળ ખાતે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આશરે રૂ. ૧.૪૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ચાપાથળ ગામમાં આશરે રૂ. ૭૦ લાખના ખર્ચે સુવિધા પથનું નિર્માણ કરવામાં આવશે. સુવિધા પથના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે તેમજ સ્થાનિક નાગરિકોને અવરજવરમાં વધુ સુગમતા પ્રાપ્ત થશે.

આ ઉપરાંત, ગામમાં આશરે રૂ. ૭૫.૪૩ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવા મકાનનું નિર્માણ કરવામાં આવશે. નવા શાળા મકાનના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ બનશે. શૈક્ષણિક માળખાકીય સુવિધાઓના વિકાસથી ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણને પણ વધુ પ્રોત્સાહન મળશે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, શિક્ષણ સહિતની પાયાની સુવિધાઓને પ્રાધાન્ય આપી વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાપાથળ ખાતે મંજૂર થયેલા આ વિકાસકાર્યો પૂર્ણ થતાં ગ્રામજનોને વધુ સુદૃઢ માર્ગ અને શૈક્ષણિક માળખાકીય સુવિધાઓનો લાભ મળશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક સરપંચશ્રી, અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ ગામમાં હાથ ધરાનારા વિકાસકાર્યોને આવકાર્યા હતા.
📲Get App