🔥 TRENDING महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... ಆವರಗೊಳ್ಳದಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯ ವೀರಭದ್ರೇಶ್ವರ ಜ... महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... सभी भक्तों को आमंत्रण Sports Creating New Opportunities for... J&K Government Approves Bilquis Mirs’...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શિક્ષક દિન નિમિત્તે મહીસાગર જિલ્લામાં ઉજવણી અને સન્માન સમારોહ
National

શિક્ષક દિન નિમિત્તે મહીસાગર જિલ્લામાં ઉજવણી અને સન્માન સમારોહ

✍️ Reporter: Burhaan sibhai 🗓 05 Sep 2026, 02:20 PM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 5મી સપ્ટેમ્બર 'શિક્ષક દિન' ના પવિત્ર અવસરે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર જિલ્લાના ગુરુજનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય સમારોહમાં ડૉ. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન પુંવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને સન્માનિત શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 10 અને 12 માં ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરનાર જિલ્લાની ગૌરવવંતી શાળાઓ અને આચાર્યશ્રીઓનું સન્માન હતું. વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને કારણે શાળાઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે, જે સમગ્ર મહીસાગર જિલ્લા માટે ગર્વની બાબત છે.
મહાનુભાવો અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા તમામ સન્માનિત શિક્ષકો અને શાળાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા શિક્ષણના સ્તરને વધુ ઊંચું લઈ જવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App