🔥 ट्रेंडिंग Spark Trailer Launches with Prema and... પાવી જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ... પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન... जैथरा में 19 सितंबर से आयोजित होगी भव्... आईएमडी ने कई राज्यों में भारी वर्षा की... अरुणाचल प्रदेश के राज्यपाल ने युवाओं क...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શિક્ષક દિન નિમિત્તે સામરપાડા પ્રાથમિક શાળામાં સ્વશાસન દિનની અનોખી ઉજવણી

શિક્ષક દિન નિમિત્તે સામરપાડા પ્રાથમિક શાળામાં સ્વશાસન દિનની અનોખી ઉજવણી

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 05 सित. 2026, 09:04 PM 👁 47
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની પ્રાથમિક શાળા સામરપાડા સિંગ ખાતે શિક્ષક દિન નિમિત્તે સ્વશાસન દિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષક બનવાની તક આપવામાં આવી હતી, જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
5 સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન તેમજ શિક્ષક દિનના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.
સ્વશાસન દિન અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 1 થી 8 સુધીના વર્ગોમાં વિદ્યાર્થીઓમાંથી શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. બાળકોએ શિક્ષકનો પોશાક ધારણ કરીને વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવી હતી.
એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને શિક્ષકની જવાબદારી અને કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોએ નેતૃત્વ, શિસ્ત અને જવાબદારીનું મહત્વ સમજ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષકોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષકોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
શાળાની એસએમસી, માતા જૂથ અને વાલીઓ દ્વારા પણ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આમ, સામરપાડા સિંગ પ્રાથમિક શાળામાં યોજાયેલો સ્વશાસન દિન વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો હતો. શિક્ષક બનીને બાળકોએ શિક્ષણ સાથે જવાબદારી, આત્મવિશ્વાસ અને નેતૃત્વનો અનોખો અનુભવ મેળવ્યો હતો.
📲Get App