🔥 TRENDING બ્રેકિંગ* કાળો પરિપત્ર બહાર પાડી સરક... मनोकामना मंदिर, मणिपुर में धार्मिक स्थ... Ashok Kumar Attends Muddiraaj Jayanti... દોઢ કરોડના અંગ્રેજી દારૂના ગુનામાં નાસ... Assam girl abducted from South Kamrup... Traffic Gridlock in Delhi as Old RT-PC...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Crime

હિંમતનગરમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

✍️ Reporter: Naqvi Mehdi Hasan 🗓 04 Sep 2026, 05:30 PM 👁 60
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને રૂ. 1,000/- લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા.

મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદરે રૂ. 1,000/- લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા.

એક જાગૃત નાગરિકે રેતી ભરેલા ટ્રેક્ટરને પોલીસ દ્વારા ડિટેઇન ન કરવા બદલ હેડ કોન્સ્ટેબલને રૂ. 2,000/- લાંચની માંગણી કરી, જેમાં પ્રથમ હપ્તા માટે રૂ. 1,000/- તાત્કાલિક આપવાનું નક્કી થયું.

ફરિયાદી લાંચ ચૂકવવા ઇચ્છતા ન હોવાથી મહેસાણા ACB પોલીસ સ્ટેશનને સંપર્ક કરી ફરિયાદ નોંધાવી. 3 સપ્ટેમ્બરે ACB ઇન્સ્પેક્ટર શ્રીમતી H.J. પટેલ અને ટીમે હિંમતનગર RTO સર્કલ પાસે આવેલી ગ્રામ્ય પોલીસ ચોકી ખાતે છટકું ગોઠવ્યું.

લાંચની રકમ સ્થળ પરથી રીકવર કરી હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
📲Get App