🔥 TRENDING ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਲੋਦੀ ਤੇ ਗੁੰਨੋ ਮਾਜਰਾ ਪਿੰ... સાબરકાંઠા જિલ્લામાં 14 સપ્ટેમ્બર 2026... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਰੋਪੜ ਵਾਲਮੀਕ ਗੇਟ... રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વે... હિંમતનગર નગરપાલિકાના તંત્રને જાગૃત કરવ... Mizoram CM Urges Hindi Skills for Jobs...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધર્મસભા /વડિયા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા ની મુલાકાત

ધર્મસભા /વડિયા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા ની મુલાકાત

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 04 Sep 2026, 08:58 AM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધર્મસભા /વડિયા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા ની મુલાકાત
વડિયા, તા. ૦૨-૦૯-૨૦૨૬
વડિયા ખાતે યોજાનાર ધર્મસભા અનુસંધાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હિન્દુ હૃદય સમ્રાટ એવા ડો. પ્રવીણભાઈ તોગડીયા એ આજે વડિયાની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેઓએ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ મહેતાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારબાદ અશ્વિનભાઈના ઘર પાસે આવેલ પંચવટી હનુમાનજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ભક્તજનો અને ગ્રામજનોને સંબોધતા તેમણે દર શનિવારે સૌએ પોતપોતાના ઘરે અને મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા આહવાન કર્યું હતું, જેથી સનાતન ધર્મ વધુ મજબૂત બને અને યુવાનોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય.
આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો, બ્રહ્મ સમાજના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App