🔥 TRENDING ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਲੋਦੀ ਤੇ ਗੁੰਨੋ ਮਾਜਰਾ ਪਿੰ... સાબરકાંઠા જિલ્લામાં 14 સપ્ટેમ્બર 2026... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਰੋਪੜ ਵਾਲਮੀਕ ਗੇਟ... રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વે... હિંમતનગર નગરપાલિકાના તંત્રને જાગૃત કરવ... Mizoram CM Urges Hindi Skills for Jobs...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ ખડસલી, નવી હળિયાદ અને હરસુરપુર દેવળિયામાં ફિલ્ડ ડે, કિશાન ગૌષ્ઠી અને તાલીમ કાર્યક્રમો યોજાયા

પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ ખડસલી, નવી હળિયાદ અને હરસુરપુર દેવળિયામાં ફિલ્ડ ડે, કિશાન ગૌષ્ઠી અને તાલીમ કાર્યક્રમો યોજાયા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 03 Sep 2026, 09:02 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ ખડસલી, નવી હળિયાદ અને હરસુરપુર દેવળિયામાં ફિલ્ડ ડે, કિશાન ગૌષ્ઠી અને તાલીમ કાર્યક્રમો યોજાયા

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો સહિત કઠોળ-તેલીબિયાં પાકો, ડિજિટલ અને ડ્રોન ટેકનોલોજી અંગે માર્ગદર્શન અપાયું

અમરેલી, તા. ૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ -
આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ તા. ૩૧.૦૮.૨૦૨૬ના રોજ સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે તેમજ બગસરા તાલુકાના નવી હળિયાદ ખાતે ફિલ્ડ ડે અને કિશાન ગૌષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય પ્રાથમિકતા ક્ષેત્રો અંતર્ગત કઠોળ અને તેલીબિયાં પાકોના વાવેતર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને આધુનિક ખેતીમાં ડિજિટલ ટેકનોલોજી તેમજ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ અને તેના મહત્વ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

તેમજ તા. ૦૧.૦૯.૨૦૨૬ના રોજ લાઠી તાલુકાના હરસુખપુર-દેવળીયા ખાતે જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ રાષ્ટ્રીય પ્રાથમિકતા ક્ષેત્રો અંતર્ગત કઠોળ અને તેલીબિયાં પાકોના વાવેતર અંગેની માહિતી તેમજ ખેતીમાં ડિજિટલ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રોત્સાહિત કરવા, પાક વૈવિધ્યકરણને વેગ આપવા તેમજ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી ખેતીને વધુ સરળ, કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાનો રહ્યો હતો તેમ આત્મા પ્રોજેક્ટ અમરેલીની એક યાદીમાં જણાવાયું છે.
📲Get App