🔥 TRENDING પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે પરિવ... Bengaluru Clash: BJP, Congress Protest... Centre to Return Unfilled NEET SS 2025... Tamil Nadu Sanitation Workers Halt Str... Udhayanidhi Stalin Sparks Heated Debat... CG launches first transformer from Seh...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં વરસાદ ની તીવ્ર અછત થી ખેડૂતો ની દયાનિય હાલત

✍️ Reporter: Kanji lokhil 🗓 03 Sep 2026, 06:30 PM 👁 536
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગર: જામનગરમાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન થવાના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઇ છે. વરસાદ ખેંચાતા અને સિંચાઇના પાણીની ભારે અછત સર્જાતા પાક સુકાઇ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને પોતાના તૈયાર થયેલા પાક પર ટ્રેક્ટર ફેરવી દેવાનો વારો આવ્યો છે.

ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામના ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેમણે ચાલુ સીઝનમાં 25 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જોકે, યોગ્ય સમયે વરસાદ ન થવાના કારણે અને પાણી સુકાઈ જવાને લીધે આખો પાક નિષ્ફળ ગયો છે. પાક બળવા લાગતા આખરે ભારે હૈયે તેમણે 25 વિઘાના મગફળીના ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દેવાની ફરજ પડી છે.ખેડૂતે પોતાના આર્થિક બોજ અંગે વિગતો આપતા જણાવ્યું કે, બિયારણ, ખાતર, દવા અને મજૂરી મળીને પ્રતિ વીઘે રૂ. 15,000થી 20,000નું સીધું નુકસાન થયું છે. આટલી મોટી રકમનું રોકાણ કર્યા બાદ પણ હાથમાં કશું ન આવતાં ખેડૂત પરિવાર ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયો છે.

પાણી છે નહીં તો 10 કલાક વીજળી થી શોર્ટ ખાય ને મરીયે તો થાય:
સરકાર દ્વારા ખેડૂતોને 10 કલાક વીજળી આપવાના કરાતા દાવાઓ સામે ખેડૂતે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "સરકાર કે જીતુ વાઘાણી ગમે તેટલા દાવા કરે કે 10 કલાક વીજળી આપીએ છીએ, પણ જ્યારે બોર કે કુવામાં પાણી જ નથી, તો 10 કલાક કે 24 કલાક વીજળીનો અમારે શું ઉપયોગ? પાણી વગર વીજળી ખેડૂતો માટે નકામી છે."
નજીક માં ઊંડ 1 ડેમ આવેલ છે તેમાં સૌની યોજના ની લિંક 1 પાઇપ લાઇન છે તેનાથી ડેમ માં પાણી ભરવા માં આવે તેવી પણ માંગ ખેડૂતો એ કરેલ હતી.
અને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા માં સીઝન નો 2 ઇંચ વરસાદ નથી પડ્યો તો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા ની માંગ કરેલ હતી.
📲Get App