🔥 TRENDING લુના वडा માં શીતલા માતાની પૂજા, મહિલાઓ... અમરેલીમાં પીઠડીયા ગામમાં અધિકારીઓએ પંચ... સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટથી ઈલેક્ટ્રિક જ... Bihar CM Urges Farmers and Traders to... Prime Group Plans ₹1,500 Crore Investm... Bihar Cabinet Allocates ₹9,169 Crore t...
03 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના થુલેટા ગામમાં નળસરવર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

✍️ Reporter: Gilani Asikali 🗓 03 Sep 2026, 10:28 AM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુગાર રમતા 5 ઈસમ ઝડપાયેલા

વિરમગામ ડિવિઝનમાં આવેલા નળસરવર પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના થુલેટા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન જુગાર રમતા મંનસુખભાઈ પોપટભાઈ ઉપદરા, પ્રકાશભાઈ મોજાભાઈ ઉપદરા, કિશનભાઈ વિનોદભાઈ ઉપદરા, મેહુલભાઈ બાબુભાઈ ઉપદરા અને આકાશભાઈ ઘનશ્યામભાઈ ઉપદરા સહિતના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ. 10,280ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ શખ્સો થુલેટા, વિરમગામ તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
નળસરવર પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App