🔥 TRENDING Hindalc Says Jharkhand Can Become Majo... Man Fatally Shot in Palamu After Stopp... Dulquer Salmaan's 'I'm Game' Falls Sho... Samastha backs Kanthapuram’s comments,... Union Minister Shivraj Singh Chouhan D... Ludhiana: Dispute erupts after car col...
03 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહિસાગર જિલ્લામાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી

✍️ Reporter: Burhaan sibhai 🗓 03 Sep 2026, 08:14 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ની કચેરી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ઉપક્રમે આગામી પાંચમી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિનની ઉજવણી થશે જેમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવશે ઉપરાંત જિલ્લાની વિવિધ માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં પાંચ વર્ષ પુરા કરનાર શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશ એનાયત કરવામાં આવશે કાર્યક્રમમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ સીઇટી અને સીજીએમએસ પરીક્ષામાં સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે કાર્યક્રમ જિલ્લા પંચાયતના અધ્યક્ષ કલ્પનાબા પુવારના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે જેમાં દાહોદના સંસદ સભ્ય શ્રી જશવંતસિંહ ભાભોર ગોધરા સંસદ સભ્ય શ્રી રાજપાલ સિંહ જાદવ રાજ્ય સભાના સંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર ઉપરાંત સંતરામપુરના ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડીંડોર બાલાસિનોર ના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ની પવિશેષ ઉપસ્થિતિ રહેશે ઉપરાંત જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર જિલ્લા પોલીસ વડા શ્રી સફિન હસન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ ની પ્રેરક ઉપસ્થિતિ રહેનાર છે કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્યો અને પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે
📲Get App