🔥 ट्रेंडिंग વિશ્વ બોન્ડ માર્કેટમાં ભારે ઘટાડો, 24... मध निषेध विभाग कि टीम ने गुप्तभारी मात... બનાસકાંઠા જિલ્લા LCB પોલીસે વિદેશી દાર... અમિત શાહ 3 સપ્ટેમ્બરે અમદાવાદમાં આગમન,... ફ્રાન્સના બૂસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્... કડીના પંથોડાગામમાં ગટરો ઓવરફ્લોથી લોકો...
02 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

બહાઉદ્દીન કૉલેજના વિદ્યાર્થીઓએ 'સાવજ' દૂધ સંઘમાં અભ્યાસ મુલાકાત કરી

✍️ रिपोर्टर: Samir Bhalodiya 🗓 02 सित. 2026, 08:44 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજમાં ૩૦થી વધુ વિદ્યાર્થીઓએ ૧૩ ઓગસ્ટે વંથલી સોરઠ સ્થિત 'સાવજ' દૂધ સંઘની મુલાકાત લીધી, જ્યાં તેમને દૂધ ઉત્પાદન અને સહકારી કામગીરી વિશે પ્રત્યક્ષ જ્ઞાન મળ્યું.

બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજમાં ૧૦થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સહકારી ક્ષેત્રની સમજ અને વ્યવહારુ જ્ઞાન વિકસાવવાનું હતું. આ તાલીમનું આયોજન કૉલેજના આચાર્યશ્રી ડૉ. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ, અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

૧૩ ઓગસ્ટે વંથલી સોરઠ સ્થિત ‘સાવજ’ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની અભ્યાસ મુલાકાત યોજાઈ, જેમાં ૩૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ દૂધના સંગ્રહ, પ્રોસેસિંગ અને દૂધમાંથી વિવિધ દૂધજન્ય ઉત્પાદનો તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી. ‘સાવજ’ દૂધ સંઘમાં અમૂલ પદ્ધતિ મુજબ દૂધ ઉપરાંત દહીં, માખણ, ઘી, લસ્સી સહિતના વિવિધ ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને સહકારી સંઘની કામગીરી અને દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલી વિવિધ પ્રક્રિયાઓ અંગે વ્યવહારુ જ્ઞાન મળ્યું.

આ પ્રસંગે દૂધ સંઘના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી સહયોગ આપવામાં આવ્યો, અને કૉલેજના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. દિનાબેન એચ. લોઢીયા, અધ્યાપક ડૉ. કપિલ પી. ઘોસિયા, આશ્લેષભાઈ ત્રિવેદી તથા ડૉ. અશ્વિનભાઈ વિંઝુડા ઉપસ્થિત રહ્યા.
📲Get App