🔥 ट्रेंडिंग प्रधानमंत्री मोदी की यात्रा से पहले हो... शिरढोण (ता. पनवेल, जि. रायगड) येथे मोफ... ಬೀದಿ ದೀಪಗಳು ಕಡಿಮೆ ಸಾಮರ್ಥ್ಯ ಹಾಗೂ ಕಳಪೆ ಮ... મહિસાગર જિલ્લામાં પાંચમી સપ્ટેમ્બરે શિ... ભાચૌમાં ખારીરી ગેમમાં પેટ્રોલ ચોરીની ઘ... आउटसोर्स मानव संसाधन प्रबंधन के डिजिटल...
03 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વલસાડ ના અતુલ ગામ માં પારનદી પર શ્રી ગણેશ વિસર્જન માટે તંત્ર ને સુરક્ષા વ્યવસ્થા માટે ભલામણ

✍️ रिपोर्टर: jaiswal amarnath subedar 🗓 02 सित. 2026, 04:32 PM 👁 40
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તંત્ર નો આભાર

🙏🚩 જય શ્રી રામ 🚩🙏
અતુલ પાર નદી કિનારે ગણપતિ વિસર્જન વ્યવસ્થા માટે હૃદયપૂર્વક આભાર ....🙏
ગણપતિ મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે અતુલ પાર નદી કિનારે નાનો પુલ પાસે રેલિંગ તૂટી જવાથી તેમજ ધોવાણ અને રસ્તા પર ખાડાઓ પડવાથી ગણપતિ વિસર્જન માટે મોટી મુશ્કેલી ઊભી થઈ હતી.
અતુલ, પારનેરા, ચીચવાડા, ચણવાઈ, અતુલ ફર્સ્ટ ગેટ , આમલી ફળિયા, પીપળા ફળિયા તથા આસપાસના ગામોમાંથી દર વર્ષે સેંકડો ગણેશ મંડળો દ્વારા પારનદી ખાતે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગણેશ મંડળોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપી આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે શ્રી પ્રવીણભાઈ પટેલ(ગ્રામ પંચાયત સભ્ય) ના નેતૃત્વ માં શ્રી શનિભાઈ બાવીસ્કર, શ્રી હર્ષ ભાઈ પટેલ, શ્રી વિરલભાઇ પટેલ, જીતુભાઈ રાઠોડ, શ્રી નનકુભાઈ યાદવ દ્વારા અતુલ કંપની સમક્ષ રજૂઆત અને ભલામણ કરવામાં આવી હતી.
આ રજૂઆતને હકારાત્મક રીતે સ્વીકારી અતુલ કંપની દ્વારા પારનદી કિનારે તૂટેલી રેલિંગનું સમારકામ તથા જરૂરી સાફ-સફાઈ કરાવી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગણેશ મંડળોની લાગણી અને શ્રદ્ધાને માન આપીને સહકાર આપવા બદલ અતુલ કંપનીના જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. 🙏
આ ઉપરાંત પારનેરા ગ્રામ પંચાયત તરફથી ગણપતિ વિસર્જન સ્થળે લાઈટિંગની સુવિધા પૂરી પાડવાની ખાતરી પારનેરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે. આ સહકાર બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. 💐
તેમજ અતુલ પારનદી કિનારે ધોવાણને કારણે પડેલા ખાડાઓમાં કપચી-માટી પુરાણ કરી રસ્તો યોગ્ય બનાવવાની કામગીરી માટે વલસાડ DDO સાહેબ તરફથી પણ હકારાત્મક સહકાર મળ્યો છે. આ માટે તેમનો પણ હૃદયપૂર્વક આભાર. 🙏
આ સમગ્ર કામગીરીમાં ગણેશ મંડળોની સમસ્યાને ગંભીરતાથી લઈ યોગ્ય સ્થળે રજૂઆત કરી અને તંત્ર તથા કંપની સાથે સંકલન કરી સહકાર અપાવવા બદલ પ્રવીણભાઈ પટેલ નો વિશેષ આભાર અને અભિનંદન. 👏💐
પારનેરા, ચીચવાડા, ચણવાઈ, અતુલ ફર્સ્ટ ગેટ , આમલી ફળિયા, પીપળા ફળિયા તથા આસપાસના તમામ ગણેશ મંડળો તરફથી
અતુલ કંપનીના જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ, પારનેરા સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, DDO સાહેબ, ગ્રામ પંચાયતના સભ્ય શ્રી પ્રવીણભાઈ પટેલ, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર અને હૃદયપૂર્વક ધન્યવાદ. 🙏🚩
આપ સૌએ જે રીતે ગણેશ ભક્તોની સુવિધા, સુરક્ષા અને શ્રદ્ધાનું માન રાખી સહકાર આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે.
🌺 આગળ પણ આપ સૌ આ જ રીતે સમાજહિત અને જનહિતના કાર્યોમાં સહયોગ આપતા રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ. 🌺
🙏 ગણપતિ બાપ્પા મોરિયા! 🙏
🚩 જય શ્રી રામ! 🚩
📲Get App