🔥 TRENDING વિરમગામની આનંદ મંદિર શાળા તથા આસ્થા અં... અંબાજી મંદિર માં 4 સપ્ટેમ્બર મધ્યરાત્ર... Mohammad Shami Sends Strong Fitness Me... ઈડરમાં મહારાણા પ્રતાપ સર્કલની ડીમોલેશન... શીતળા સાતમ નિમિતે શ્રદ્ધાળુઓની ભીડ Yash's English version of 'Toxic' to r...
03 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ એરપોર્ટથી હબ-એન્ડ-સ્પોક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો વિધિવત પ્રારંભ
Local

અમદાવાદ એરપોર્ટથી હબ-એન્ડ-સ્પોક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો વિધિવત પ્રારંભ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 Sep 2026, 12:52 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે.રામમોહન નાયડુની ઉપસ્થિતિમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હબ-એન્ડ-સ્પોક મોડેલ હેઠળની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનું સત્તાવાર પ્રારંભ થયું.

આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે.રામમોહન નાયડુ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી શ્રી મુરલીધર મોહોલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં હબ-એન્ડ-સ્પોક મોડેલ હેઠળની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો.

આ પહેલ હેઠળ અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું છે, જેને આંતરરાષ્ટ્રીય પ્રવાસી ટ્રાફિક માટે ભારતના અગ્રણી હબ-એન્ડ-સ્પોક માળખામાં સાંકળી લેવામાં આવ્યું છે.

'હબ-એન્ડ-સ્પોક' સિસ્ટમમાં નાના શહેરોના મુસાફરોને મોટા કેન્દ્રીય એરપોર્ટ પર લાવીને ત્યાંથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સુવિધાથી સામાન, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની તપાસ પ્રારંભિક એરપોર્ટ પર જ પૂર્ણ થઈ જાય છે, જેથી હબ એરપોર્ટ પર ફરીથી સુરક્ષા તપાસ કે ચેક-ઇન કરવાની જરૂર નથી. સ્વચાલિત સામાન ટ્રાન્સફર અને સરળ પ્રક્રિયાથી મુસાફરોનો સમય બચશે અને એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, 'ઉડે દેશ કા આમ નાગરિક' અભિગમથી 'ઉડાન' યોજના હેઠળ સામાન્ય પ્રવાસીઓના વિમાન પ્રવાસનું સપનું સાકાર કરવામાં આવ્યું છે અને અમદાવાદ એરપોર્ટથી હબ-એન્ડ-સ્પોક સેવા શરૂ થવાથી રાજ્યના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને 'ઈઝ ઓફ ટ્રાવેલ'નો સીધો લાભ મળશે અને નાના શહેરોના મુસાફરોને બોર્ડિંગ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.
📲Get App