દિયોદરમાં ભગવાન શિવની પવિત્ર ભવ્ય કાવડ યાત્રા નિકળી: ભોલેનાથના જયઘોષથી શિવમય બન્યું દિયોદર શહેર

5 મહાદેવ મંદિરે જળાભિષેક કરાયો, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી દિયોદરની બજારો
*દિયોદર:* વાવ-થરાદ જિલ્લાના દિયોદર શહેરમાં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.દિયોદર શક્તિનગર સોસાયટી, રેલ્વે સ્ટેશન રોડથી ભગવાન ભોલેનાથ મહાદેવની પવિત્ર કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા જુના બસ સ્ટેન્ડ, મેઈન બજાર, નીલકંઠ મહાદેવ મંદિર, સોની બજાર, આઝાદ ચોક, ઢાળવાસ થઈ ઓગડજી મહાદેવ, સુસ્થાનેશ્વર મહાદેવ મંદિર, ત્યાંથી પોલીસ સ્ટેશન, જલારામ પાર્ક, પાર્થેશ્વર મહાદેવ, રેસ્ટ હાઉસ, નાવા ડેપો, આદર્શ ચોકડી, મામલતદાર કચેરી, જી.આઈ.ડી.સી., જલારામ મંદિર, ભાગ્ય વિલા થઈ અંતે *સણાદર દુધેશ્વર મહાદેવ મંદિરે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.*
*5 મહાદેવ મંદિર યાત્રા:* આ યાત્રા દરમિયાન 5 મુખ્ય મહાદેવ મંદિરો - નીલકંઠ મહાદેવ, ઓગડજી મહાદેવ, સુસ્થાનેશ્વર મહાદેવ, પાર્થેશ્વર મહાદેવ અને દુધેશ્વર મહાદેવ ખાતે કાવડીઓ દ્વારા જળાભિષેક અને આરતી કરવામાં આવી હતી.સમગ્ર સોસાયટી અને આજુબાજુની સોસાયટીની બહેનો આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ હતી. યાત્રા દરમિયાન મેઈન બજાર ભોલેનાથ મોલ પાસે મોલના માલિક રસિકભાઈ તથા ધનલક્ષ્મી સાડી સેન્ટર તરફથી મહાદેવજીના ફોટાની વર્ષા કરવામાં આવી હતી. જુના બસ સ્ટેન્ડ પાસે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા તરફથી ઠંડા પીણાની વ્યવસ્થા અને નીલકંઠ મહાદેવ ખાતે ગૌ સેવા મહિલા મંડળ દ્વારા સરબતની વ્યવસ્થા કરાઈ હતી. ઓગડજી મંદિરે પ્રસાદની સરસ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
ઓગડજી મંદિરે પૂજારી શ્રી અને પ્રમુખશ્રી સોમાભાઈ સોનીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર યાત્રા દરમિયાન *"હર હર મહાદેવ"* ના નાદથી દિયોદરની બજારો ગુંજી ઉઠી હતી અને શહેર ભક્તિમય બન્યું હતું. સણાદરમાં શિવાલયમાં બહેનોએ ૐ નમઃ શિવાયના જાપ કર્યા હતા.