🔥 ट्रेंडिंग दुष्काळामध्ये कठीण परिस्थिती उज्जैन जिले में पिछले 24 घंटे में औसत... તલોદ તાલુકાના મુધાસણા શક્તિકેન્દ્રમાં... Pratap Nagar sangan गुजरात उपमुख्यमंत्री जापानी कार्यकारी... तिलक चौक, काइमोर में मातरानी का भव्य व...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના ફૂટપાથમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ
स्थानीय

અમદાવાદના ફૂટપાથમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 सित. 2026, 11:48 PM 👁 239
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફૂટપાથ પર ગેરકાયદે બાંધકામ, દુકાનો અને પાર્કિંગને દૂર કરવા, પદયાત્રીઓના ચાલવાના અધિકારની સુરક્ષા માટે અરજદારએ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી.

ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના ફૂટપાથ પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની અને પદયાત્રીઓના ચાલવાના અધિકારનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે.

અરજદારનું કહેવું છે કે ફૂટપાથ પર ગેરકાયદે બાંધકામ, દુકાનો, પાર્કિંગ અને બાંધકામ સામગ્રીનું સંગ્રહ થયેલું છે, જેના કારણે પદયાત્રીઓને મુખ્ય રોડ પર ચાલવું મજબૂર થાય છે અને અકસ્માતનો ખતરો વધે છે.

ફેબ્રુઆરી 2025થી જુલાઈ 2026 સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજીમાં બંધારણની કલમ 21 હેઠળ સુરક્ષિત ચાલવાના અધિકારનો ઉલ્લેખ સાથે 19 જૂન 2026ના સુપ્રીમ કોર્ટના આદેશ અને 1997ના AMC વિ. નવાબ ખાન ગુલાબ ખાન કેસનો આધાર લેવાયો છે.

અરજદારએ અમદાવાદના તમામ ફૂટપાથનો વ્યાપક સર્વે, યોગ્ય સીમાંકન, ગેરકાયદે અતિક્રમણોનું તાત્કાલિક દૂર કરવું, વોર્ડ મુજબ એક્શન રિપોર્ટ જાહેર કરવું અને વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગો માટે સુગમ ફૂટપાથની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

કોર્ટ દ્વારા સામયિક નિરીક્ષણ અને નિયમિત પાલન રિપોર્ટની પણ માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા અતિક્રમણો પુનરાવર્તિત ન થાય.
📲Get App