🔥 TRENDING બાલાસિનોર બજારના મુખ્ય રસ્તા પર સાંજે... ED raids former PA’s home of ex‑CM Bhu... Chhattisgarh HC Chief Justice Ramesh S... NSUI Organises Candle March in Delhi D... Auto‑rickshaws Occupy East Delhi Bus S... Patna to Suspend Licences, Registratio...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ–માંડલ રોડ પર મીઠું ઢોળાતા વાહનચાલકો માટે અકસ્માતનો ભય

✍️ Reporter: Gilani Asikali 🗓 01 Sep 2026, 10:48 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામના ભોજવા રેલવે ઓવરબ્રિજ નજીક રસ્તા પર મીઠું ઢોળાતા વાહનો સ્લીપ થવાની સ્થિતિ
વિરમગામ–માંડલ રોડ પર આવેલા ભોજવા રેલવે ઓવરબ્રિજ નજીક રસ્તા પર મીઠું ઢોળાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર મોટા પ્રમાણમાં મીઠું પડેલું હોવાથી ટુ-વ્હીલર સહિતના વાહનોના ટાયર સ્લીપ થવાની શક્યતા વધી છે.
આ પરિસ્થિતિને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તા પરથી મીઠું દૂર કરવામાં આવે અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકો તથા સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
રિપોર્ટર:
આસીકઅલી ગીલાણી, વિરમગામ
📲Get App