🔥 TRENDING Bharuch ma ટ્રક અને સાયકલ અથડામણ, કોઈ... ભક્તિ સમારંભમાં પ્રિન્ટ કિંમત કરતાં વધ... கருப்பசாமி கோவில் கும்பாபிஷேகம் જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઘઉં સંશોધન ક... ગુજરાતમાં ગુટખા‑પાન મસાલા પર પ્રતિબંધ,... પીડિત બહેનને અપાવ્યો ન્યાય
31 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભવ્ય લોકમેળાનો

✍️ Reporter: Anil Vaghela 🗓 31 Aug 2026, 03:28 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભવ્ય લોકમેળાનો પ્રારંભ તા. 30/08/2026 થી

રાજુલા, તા. 30/08/2026

જન્માષ્ટમીના પાવન અવસરે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે તા. 30-08-2026 થી ભવ્ય લોકમેળાનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

આ લોકમેળાનું આયોજન ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યું છે. મેળામાંથી થતી તમામ આવક સંપૂર્ણપણે ગૌશાળાના લાભાર્થમાં ગાયોની સેવા માટે વાપરવામાં આવશે.

આ વર્ષનું મુખ્ય આકર્ષણ
આ વર્ષે મેળામાં આકર્ષક ઈનામી યોજના રાખવામાં આવી છે, જેમાં મુખ્ય ઈનામ તરીકે ટાટા "પંચ" નામની એક કાર* રાખવામાં આવી છે.

રાજુલા શહેર તથા આસપાસના તમામ ગ્રામજનોને ભાવભર્યું આમંત્રણ છે કે, જન્માષ્ટમીના આ પાવન અવસરે સર્વ પરિવાર સાથે પધારી મેળાની મજા માણો અને ગૌસેવાના પુણ્ય કાર્યમાં સહભાગી બનો.

મેળાનો પ્રારંભ તા 30-08-2026
સ્થળ: માર્કેટિંગ યાર્ડ, રાજુલા

*આયોજક: ગૌશાળા સમિતિ, રાજુલા*
📲Get App