🔥 ट्रेंडिंग रोहित शर्मा का सितंबर में टेलीविज़न डे... क्रिकेट स्टार रोहित शर्मा ने टेलीविजन... यश की फ़िल्म 'टॉक्सिक' ने सोमवार को 94... यश की नई फिल्म ने सोमवार को बॉक्स‑ऑफ़ि... यश की नई फ़िल्म ने बॉक्स ऑफिस पर दिखाय... भोपाल में अगले चार दिन बदला रहेगा मौसम...
01 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન સાંતલપુર શહેરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 31 अग. 2026, 10:06 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન
સાંતલપુર શહેરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભોલે બાબાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. સાંજના સમયે મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
મંદિરના મહંતશ્રી દ્વારા ભગવાન ભોળાનાથની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી. આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આરતી બાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંતલપુર ગ્રામજનો, યુવા મંડળ અને મંદિર સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
📲Get App