🔥 ट्रेंडिंग प्रदेश के 2 करोड़ नौजवानों को मिलेंगे... सुदर्शन पथ पर 12घंटे से जाम कोलकाता जेल में अमेरिकी सेंटर हमले के... ममता बनर्जी पर कोलकाता हाई कोर्ट आदेश... तेलंगाना के एर्रागड्डा थांडा में नीम क... भारत में परिवार ने नेपाल के बाढ़ से जु...
29 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મહેસાણા: ડરણ ગામમાં બ્રહ્માણી માતાજીના મંદિર પાસે જુગાર રમતા ૧૨ ઝડપાયા, ૧.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: Hanifbhai mahammadbhai jadav 🗓 29 अग. 2026, 02:02 PM 👁 13
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના ડરણ ગામમાં બ્રહ્માણી માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ૧૨ ઇસમોને બાવલુ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧.૫૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશોના પગલે બાવલુ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંસુ સોલંકીની સૂચના બાદ કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાવલુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા અને તેમના સ્ટાફે આ સફળતા મેળવી છે.

પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ડરણ ગામના રામજીમંદીરવાસમાં બ્રહ્માણી માતાજીના મંદિર પાસે ખુલ્લામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પંચો સાથે રેઇડ કરી હતી અને સ્થળ પરથી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ ૧૨ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઝડપાયેલા ૧૨ આરોપીઓ પાસેથી અંગજડતીમાંથી મળેલ રૂ. ૧,૨૭,૫૦૦/- અને દાવ પરથી મળેલ રૂ. ૨૫,૯૦૦/- મળી કુલ રૂ. ૧,૫૩,૪૦૦/- ની રોકડ રકમ અને ગંજીપાના નંગ ૫૨ જપ્ત કર્યા છે. આમ, કુલ રૂ. ૧,૫૩,૪૦૦/- થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

બાવલુ પોલીસે તમામ ૧૨ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.ઇન્સ. ડી.જી.બડવા, અ.હેડ કોન્સ. રાજુજી પુનાજી, અ.પો.કો. ભાવિકકુમાર ઇશ્વરભાઇ, અ.પો.કો. વિજયકુમાર વેચાતભાઇ, અ.પો.કો. હિરેનભાઇ અરજણભાઇ અને અ.પો.કો. મહેશજી કાળાજી સહિતના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
📲Get App