🔥 TRENDING જામનગરના બિલ્ડર મેરામણ પરમારે, સૌરાષ્ટ... India signs deal to acquire US‑made Ja... TVS Motor names Peyman Kargar as CEO,... C J George Named President of Indo-Jap... Third child feared missing after Tunga... High Court grants bail to two accused...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના જેજરા ગામે દીકરીની હેરાન ગતિ બાબતે બોલાચાલી, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી

✍️ Reporter: Gilani Asikali 🗓 28 Aug 2026, 02:44 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના જેજરા ગામ ખાતે દીકરીની હેરાનગતિ બાબતે ગામમાં નહીં આવવા અંગે સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હોવા છતાં આ મામલે બોલાચાલી થતાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે.
ફરિયાદ મુજબ, નળકાઠા પોલીસ સ્ટેશન હદમાં આવેલા જેતાપુર ગામની સીમમાં મેળામાં અસલ ગામ તરફથી આવેલા ફરિયાદી તથા આરોપીઓ વચ્ચે દીકરીની હરણગતિ બાબતે બોલાચાલી થઈ હતી. દરમિયાન આરોપીઓએ ફરિયાદીને ઠપકો આપી મારામારી કરી હતી તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપીઓએ ફરિયાદીને મોટરસાઇકલ પરથી નીચે પાડી દઈ કમરમાંથી છરી કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફરિયાદીના ડાબા હાથની આંગળીના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ભઈરામભાઈ બચુભાઈ કોળી પટેલ, રહે. અસલગામ, વિરમગામ દ્વારા નળસરવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદના આધારે નળસરવર પોલીસે ચેતનભાઈ મનસુખભાઈ કોળી પટેલ રહે કુમારખાન, વિરમભાઈ ભાઈ રામભાઈ કોળી પટેલ, કટુભાઈ કોળી પટેલ, રહે. થોરી ઢાબા, વિરમગામ તથા અજીતભાઈ કોળી પટેલ, રહે. કમીજલા, વિરમગામ સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App