🔥 TRENDING Day 8 Box Office: 'Khalifa: The Ruler'... Suriya-Mamitha Baiju’s ‘Vishwanath and... Nivin Pauly’s ‘Bethlehem Kudumba Unit’... Five killed in Kangpokpi attack in Man... Manipur Chief Minister Orders Arrests... Manipur Chief Minister Condemns Road K...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અને અમરેલી નગર દ્વારા રક્ષાબંધન નિમિત્તે રક્ષા સૂત્ર બાંધી ભાવસભર ઉજવણી

વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અને અમરેલી નગર દ્વારા રક્ષાબંધન નિમિત્તે રક્ષા સૂત્ર બાંધી ભાવસભર ઉજવણી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 28 Aug 2026, 10:05 AM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અને અમરેલી નગર દ્વારા રક્ષાબંધન નિમિત્તે રક્ષા સૂત્ર બાંધી ભાવસભર ઉજવણી

જય શ્રી રામ

વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષ શ્રી વિજયભાઈ દેસાઈ સહ મંત્રી રશ્મિનભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા, માતૃ શક્તિ, દુર્ગા વાહિની તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર, માતૃ શક્તિ અને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષા સૂત્ર બાંધવાનો ભાવસભર કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તા બહેનોએ નાગદેવતા મંદિરના મહંત હાર્દિકગિરી બાપુ,અવધ ન્યૂઝના તંત્રી શ્રી વિજયભાઈ ચૌહાણ,અમરેલી એક્સપ્રેસ ન્યૂઝના તંત્રી શ્રી મનોજભાઈ રૂપારેલ, સંજોગ ન્યૂઝના તંત્રી શ્રી વસંતભાઈ મોવાલીયા, સહતંત્રી શ્રી સુરેશભાઈ દેસાઈ તથા ઉપસ્થિત ઓફિસ સ્ટાફને રક્ષા સૂત્ર (રાખડી) બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે બહેનોએ ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ પરસ્પર સ્નેહ, વિશ્વાસ, સન્માન અને રક્ષણની ભાવનાનું પ્રતીક છે. સમાજ અને રાષ્ટ્રની સુરક્ષા તથા વ્યવસ્થામાં વિવિધ રીતે યોગદાન આપતા ભાઈઓ પ્રત્યે સ્નેહ, સન્માન અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ રવિભાઈ શેખવા કોષાધ્યક્ષ ડો. પંકજભાઈ ત્રિવેદી, અમરેલી નગર મંત્રી પંકજભાઈ કાનાણી તથા બજરંગ દળ સંયોજક મહાવીરભાઈ વિંછીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષા ગોપીબેન રાઠોડ, દુર્ગા વાહિની સંયોજિકા ગોપીબેન ચાવડા, સહ-સંયોજિકા હિરલબા વાળા, નગર માતૃ શક્તિ સહ-સંયોજિકા ઉર્વીબેન ગોહિલ, મંજુબેન મકવાણા, વિશાખાબેન મકવાણા, હીરવાબેન મકવાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા બહેનોએ ઉપસ્થિત રહી રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાઈચારો, રાષ્ટ્રભાવના, પરસ્પર સ્નેહ, સન્માન અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમાજના વિવિધ વર્ગો સાથે રક્ષાબંધનના પવિત્ર પર્વને જોડીને ઉજવવાનો આ પ્રયાસ સૌ માટે લાગણીસભર અને યાદગાર બની રહ્યો હતો.
📲Get App