Religion
સોમનાથમાં શ્રાવણ માસની પવિત્ર ચતુર્દશી પર મહાદેવને રંગબેરંગી વસ્ત્રો અર્પણ
સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની ચતુર્દશી પર પ્રથમ વખત મહાદેવને વિવિધ રંગીન વસ્ત્રો, પીતાંબર, સુગંધિત પુષ્પો અને ચંદનથી શોભિત કરીને ભક્તો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા.
પવિત્ર શ્રાવણ માસની સુદ ચતુર્દશીના પાવન અવસરે સોમનાથ મંદિર ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ "રંગબેરંગી વસ્ત્ર દર્શન શૃંગાર" અર્પણ કરવામાં આવ્યો. આ વિશેષ શૃંગારમાં દેવાધિદેવ મહાદેવને વિવિધ રંગીન પીતાંબર, સુગંધિત પુષ્પો તથા સુખડ-ચંદન જેવા દિવ્ય દ્રવ્યોથી શોભિત કરવામાં આવ્યા.
મહાદેવના આ શૃંગારમાં વિવિધ રંગો માનવજીવનની વિવિધ પરિસ્થિતિઓનું પ્રતીક છે. જેમ જીવનમાં ક્યારેક કેસરી વસંત જેવા ઉત્સાહ અને આનંદ હોય છે, તો ક્યારેક સંઘર્ષ અને કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, તેમ રંગો મહાદેવની દિવ્યતા અને સુંદરતામાં વૃદ્ધિ કરે છે અને જીવનને અર્થપૂર્ણ બનાવે છે.
આ આધ્યાત્મિક સંદેશ સાથે ભોળાનાથને પણ રંગબેરંગી વસ્ત્રોથી આભૂષિત કરીને વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું. જીવનના ઉતાર-ચઢાવમાં અડગ રહેવો, મહાદેવ પર અતૂટ શ્રદ્ધા રાખવી અને સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવવો એ સાચા શિવભક્તનું લક્ષણ છે.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ અલૌકિક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. અહેવાલ જનરલ મેનેજર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો છે.