🔥 ट्रेंडिंग आईएमडी ने 29 अगस्त से झारखंड में भारी... झारखंड के 10 जिलों में 27 अगस्त तक भार... झारखंड हाई कोर्ट ने 1993 के ₹300 रिश्व... AY 2026-27 के लिए 7 करोड़ से अधिक आयकर... भारत ने नेपाल बाढ़ राहत को सर्वोच्च प्... डॉयचे बैंके ने सेल्सियस होल्डिंग्स को...
28 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનની ભવ્ય ઉજવણી

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 28 अग. 2026, 03:52 PM 👁 8
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા શહેર સહિત વિવિધ સ્થળોએ જઈ રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

રાજુલામાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનની ભવ્ય ઉજવણી

રાજુલા: દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજુલા શહેરમાં આવેલ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બ્રહ્માકુમારી બહેનોએ રાજુલા શહેર સહિત વિવિધ સ્થળોએ જઈ રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

આ વિશેષ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ભાકોદર, પીપાવાવ ખાતેની કંપની તેમજ સ્વાન ડિફેન્સ કંપની સહિત વિવિધ સ્થળોએ મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વનો આધ્યાત્મિક સંદેશ આપવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની અનુદીદી, કાજલબેન સહિત બહેનોએ વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.
📲Get App