🔥 ट्रेंडिंग नेपाल बाढ़ में छत्तीसगढ़ की दो एनआरआई... पंजाब सरकार ने ज़िनोव के साथ किया सहयो... पंजाबी इन्फ्लुएंसर की जलती हुई हत्या,... पंजाब BJP ने आंतरिक बयानों पर तीन नेता... યુવા IPS ઓફિસર સફિન હસનું જોખમી સ્ટન્ટ... गुवाहाटी‑बैंकॉक के सीधी उड़ानें 27 अक्...
28 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે નૂરાની માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ૧,૦૦૦ દર્દીઓને ફ્રૂટ કિટનું વિતરણ કરાયું

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 27 अग. 2026, 05:56 PM 👁 21
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે નૂરાની માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ૧,૦૦૦ દર્દીઓને ફ્રૂટ કિટનું વિતરણ કરાયું

અમરેલી:
નુરાની માનવસેવા ટ્રસ્ટ દ્વારા ઈદે મિલાદુન નબીના દિવસ અમરેલી સિવિલ હોસ્પિટલ, બેરા મૂંગા સ્કૂલ, સંધી સોસાયટી બાળકો, અમરેલી સબજેલ, ઝૂંપડપટ્ટીના બાળકોને ફ્રુટ પેકેટ આપી માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉમદા સંકલ્પ સાથે કાર્યરત 'નૂરાની માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ - અમરેલી' દ્વારા આજરોજ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એક સરાહનીય સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અંદાજે ૧,૦૦૦ જેટલા દર્દીઓને પૌષ્ટિક ફ્રૂટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સુખાકારી અને ઝડપી સ્વાસ્થ્ય લાભ થાય તેવા શુભ આશયથી ટ્રસ્ટના હોદ્દેદારો અને સેવાભાવી કાર્યકરો દ્વારા રૂબરૂ વોર્ડમાં જઈને દર્દીઓને ફળફળાદિનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓ તેમજ તેમના સ્વજનોએ આ કાર્ય બદલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App