🔥 TRENDING Anand માં IED મિલાદુન નાબેની ઉજવણી યોજ... ભાવનગરમાં એસટી બસની દિવાલ સાથે અથડામણમ... Tamil Nadu’s Textile Industry Targets... Airport cancellation in Tamil Nadu spa... Banks Shut Across Several Indian State... Sweeper Administers Injections to Pati...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રક્ષાબંધનનો સાચો અર્થ: લાજપોર જેલમાં ભાવનાનો સેતુ*

✍️ Reporter: Nishit Shah 🗓 26 Aug 2026, 11:04 AM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

UNHRC સુરત:* રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. જ્યારે ઘણા લોકો પોતાના ઘરે તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે સુરતની પાંચ સંવેદનશીલ મહિલાઓએ આ તહેવારને માનવતાનું એક ઉત

રક્ષાબંધનનો સાચો અર્થ: લાજપોર જેલમાં ભાવનાનો સેતુ*

UNHRC સુરત:* રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. જ્યારે ઘણા લોકો પોતાના ઘરે તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે સુરતની પાંચ સંવેદનશીલ મહિલાઓએ આ તહેવારને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ બનાવ્યો.

આજે રક્ષાબંધન નિમિત્તે સુરત ટીમની મહિલાઓ દ્વારા એચ.આઈ.વી. સંક્રમિત દીકરીઓને સાથે લઈને લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત લેવામાં આવી હતી. જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈઓને આ દીકરીઓ દ્વારા પ્રેમથી રાખડી બાંધવામાં આવી હતી અને મીઠાઈ ખવડાવીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

જેલની ચાર દિવાલો વચ્ચે એકલતા અનુભવતા ભાઈઓ માટે આ એક અવિસ્મરણીય ક્ષણ બની ગઈ. ઘણા કેદીઓની આંખો ભાવુકતાથી ભરાઈ આવી હતી. વર્ષોથી પરિવારથી દૂર રહેલા આ ભાઈઓને આજે બહેનનો પ્રેમ મળ્યો, તો એચ.આઈ.વી. સાથે જીવતી દીકરીઓને પણ સમાજમાં સ્વીકૃતિ અને પ્રેમનો અનુભવ થયો.

આ કાર્યક્રમનો હેતુ માત્ર રાખડી બાંધવાનો જ નહોતો, પરંતુ સમાજને એક સંદેશ આપવાનો હતો કે દરેક વ્યક્તિમાં પરિવર્તનની શક્યતા છે અને પ્રેમથી મોટું કોઈ બંધન નથી. સમાજ દ્વારા તરછોડાયેલા બે વર્ગ - એચ.આઈ.વી. બાળકીઓ અને જેલના કેદીઓ - ને એકબીજાના સહારે એક નવો પરિવાર મળ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.
આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે. રક્ષાબંધનનો સાચો અર્થ: લાજપોર જેલમાં ભાવનાનો સેતુ*

આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે. તેમણે સાબિત કરી બતાવ્યું કે રક્ષાબંધન એ માત્ર લોહીના સંબંધ પૂરતું સીમિત નથી, તે તો માનવતાના સંબંધનો તહેવાર છે. છે.
📲Get App