🔥 TRENDING સુરતના માંડવીમાં અમલસાડી ગામની ખુશી ચૌ... સુરતમાં બણભા ડુંગર ઈકો ટુરિઝમ સેન્ટરે... સુરતના વાંકલ ગામમાં નવરાત્રિની આઠમી દિ... બારડોલીમાં 5.95 કરોડમાં 6 રસ્તાઓનું રિ... Kerala UDF to Announce New Liquor Poli... Bihar CM Samrat Chaudhary Rages at Pol...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નસીબના ખેલ વચ્ચે ૧૦૮ની ટીમ બની દેવદૂત, રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ
Health

નસીબના ખેલ વચ્ચે ૧૦૮ની ટીમ બની દેવદૂત, રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ

✍️ Reporter: SAGAR PATEL 🗓 25 Aug 2026, 12:08 AM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોડાવંટા ગામની ઘટના જ્યારે સમય ઓછો અને જોખમ વધારે હતું, ત્યારે ૧૦૮ની ટીમ દેવદૂત બનીને માતા અને નવજાત શિશુના જીવન માટે મદદે પહોંચી હતી. મહીસાગર જિલ્

નસીબના ખેલ વચ્ચે ૧૦૮ની ટીમ બની દેવદૂત, રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોડાવંટા ગામની ઘટના

જ્યારે સમય ઓછો અને જોખમ વધારે હતું, ત્યારે ૧૦૮ની ટીમ દેવદૂત બનીને માતા અને નવજાત શિશુના જીવન માટે મદદે પહોંચી હતી.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોડાવંટા ગામે વડાગામ ૧૦૮ની ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સ ઊભી રાખીને જટિલ પ્રસૂતિ સફળતાપૂર્વક કરાવી હતી. પ્રસૂતિ દરમિયાન બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવા છતાં EMT સુરેશભાઈ પંચાલ અને પાયલટ કલ્પેશભાઈ વાળંદે સમયસૂચકતા અને કુશળતાથી કામગીરી કરી હતી.

૧૦૮ની ટીમની સમયસરની કામગીરીને કારણે માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચી ગયો હતો. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટીમે હિંમત અને સમજદારીપૂર્વક કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સમયસર મળેલી ૧૦૮ની મદદ માતા અને બાળક બંને માટે જીવનદાયી સાબિત થઈ.
📲Get App