🔥 TRENDING Bihar AYUSH 2026 Counseling Round‑2 Se... Three Adults Charged in Mumbai Attack... Bihar PGMAC 2026 Round 1 Seat Matrix P... जालना-औरंगाबाद मार्गावर अपघात, शैख उमर... কীর্তন জগতের উজ্জ্বল নক্ষত্র ব্রজ কিশো... Bihar Teacher Recruitment 2026: Regist...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જામનગરના દરિયાકાંઠે હાઈ એલર્ટ, મરીન કમાન્ડો દ્વારા કડક પેટ્રોલિંગ
Local

જામનગરના દરિયાકાંઠે હાઈ એલર્ટ, મરીન કમાન્ડો દ્વારા કડક પેટ્રોલિંગ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 25 Aug 2026, 07:52 AM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ એશિયામાં તણાવને કારણે જામનગરના દરિયાકાંઠા વિસ્તારોમાં હાઈ એલર્ટ લગાવી મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

પશ્ચિમ એશિયામાં તણાવ વધતા, સુરક્ષા દૃષ્ટિકોણથી જામનગરના દરિયાકાંઠા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્રિય સુરક્ષા અધિકારીઓએ તાત્કાલિક પગલાં લઈને મરીન કમાન્ડોની ટીમો ને તાત્કાલિક કામગીરી માટે મોકલવામાં આવી છે.

રોજી બંદર, નવું-જૂનું બેડી બંદર, માધાપર ભુંગા અને જોડિયા ભુંગા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં મરીન કમાન્ડો દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલને રોકવા માટે કડક નિરીક્ષણ ચાલુ છે.

માછીમારી કેન્દ્રો, ફિશ લેન્ડિંગ પોઈન્ટ, જેટી, ઔદ્યોગિક અને અવાવરું વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. માછીમારોને વિનંતી કરવામાં આવી છે કે કોઈ અજાણી બોટ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે.

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે વધારાના પગલાં લેવામાં આવ્યા છે. મરીન કમાન્ડો અને સ્થાનિક પોલીસ વચ્ચે સહકાર વધારીને દરિયાકાંઠા ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
📲Get App