🔥 TRENDING Sugar Prices Set to Surge Post‑Diwali... Karnataka BJP Leader Calls for Ministe... Shobha Karandlaje Calls on Governor to... Undertrial Prisoner Granted VIP Ward a... Rajasthan High Court Urges Foolproof S... Stray Dog Attack Leaves Three Children...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અરવલ્લીના મોડાસા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રામાં ૮૦૦થી વધારે લોકો જોડાયા*

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 25 Aug 2026, 08:10 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત આયોજન હેઠળ આજે મોડાસામાં “સંસ્કૃત ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોડાસાની વિવિધ સંસ્થાઓ તથા શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો સહિત આશરે ૮૦૦થી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગૌરવ યાત્રાનું પ્રસ્થાન મેઘરાજ રોડ સ્થિત ઉમિયા મંદિરથી થયું હતું અને તે સી.જી. બુટાલા હાઈસ્કૂલ સુધી પહોંચી હતી. આ યાત્રામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડૉ. એ. કે. પ્રજાપતિ, જિલ્લા પંચાયત અરવલ્લી શિક્ષણ સમિતિના ચેરમેન નીલાબેન મડિયા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો. ઉષાબેન ગામીત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નૈનેશભાઈ દવે તથા અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગાયત્રી પરિવાર મોડાસા, ઉમિયા મંદિર, સર્વોદય હાઈસ્કૂલ, ન્યુ લીપ હાઈસ્કૂલ, સત્યમ હાઈસ્કૂલ અને અન્ય શાળાઓ તથા વિવિધ સંસ્થાઓએ પણ સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
રેલીના પ્રસ્થાન સમયે ઉમિયા મંદિરના મહંતશ્રી પૂજ્ય વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીજીએ સંસ્કૃત ભાષાના મહત્વ અંગે વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વૈદિક ભાષા એ ભારતીય ભાષા છે અને સંસ્કૃત ભાષા સંસ્કાર ભાષા છે, જેનું આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તેમણે ભારતનું આભૂષણ સંસ્કૃત ભાષા છે તેવી સમજણ આપી હતી. રેલી દરમિયાન તથા ગંતવ્ય સ્થાને પહોંચ્યા બાદ તમામ સહભાગીઓ સંસ્કૃત ગરબામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે શિક્ષણ નિરીક્ષકશ્રી દશરથ નિનામા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ યાત્રા દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાનો તથા યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાનો હેતુ સિદ્ધ થયો હતો.
📲Get App