🔥 ट्रेंडिंग રાજકોટના ધોરાજી તાલુકામાં 964 ગ્રામ ગા... વડાલી પોલીસે નાસતા ફરતા 36 વર્ષીય અર્જ... વડોદરા માંજલપુરમાં શાકમાર્કેટ પાસે લાર... દાહોદ નજીક ઈન્દોર-અમદાવાદ હાઈવે પર બે... ઈડરના શમલાપુરમાં અંધશ્રદ્ધાના કારણે 8... રાજકોટના ધોરાજીમાં SOGએ 964 ગ્રામ ગાંજ...
25 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિયોદર પ્રાંત કચેરી ખાતે ભાવભર્યો વિદાય અને સત્કાર સમારોહ યોજાયો

✍️ रिपोर्टर: Lalabhai D Darji 🗓 25 अग. 2026, 12:18 PM 👁 10
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિયોદર પ્રાંત કચેરી ખાતે ભાવભર્યો વિદાય અને સત્કાર સમારોહ યોજાયો

દિયોદર પ્રાંત કચેરી ખાતે ભાવભર્યો વિદાય અને સત્કાર સમારોહ યોજાયો

ડી. એન. કાછડને ભાવભીની વિદાય, નવનિયુક્ત પ્રાંત અધિકારી પી. સી. પટેલનું સ્વાગત

દિયોદર : વાવ-થરાદ જિલ્લાના દિયોદર ખાતે મહેસૂલ પરિવાર, દિયોદર દ્વારા ભાવ દર્શન તથા સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે દિયોદર પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવનાર શ્રી ડી. એન. કાછડની બદલી થતાં તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી, જ્યારે નવનિયુક્ત પ્રાંત અધિકારી શ્રી પી. સી. પટેલનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.આ સમારોહ દરમિયાન વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી ડી. એન. કાછડને ભેટ-સોગાદો અર્પણ કરી સન્માનિત કર્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી કામગીરીને યાદ કરી તેમની સેવાઓની પ્રશંસા કરી હતી.આ પ્રસંગે દિયોદર DYSP શિલ્પાબેન ભારાઈ, લાખણી મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. એન. ચૌહાણ, મહેસૂલ પરિવારના અધિકારીઓ-કર્મચારીઓ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમારોહ દરમિયાન શ્રી ડી. એન. કાછડને આગામી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ નવનિયુક્ત પ્રાંત અધિકારી શ્રી પી. સી. પટેલને નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાની શુભકામનાઓ આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક તરફ વિદાયની લાગણીસભર ક્ષણો જોવા મળી હતી, તો બીજી તરફ નવા અધિકારીના આગમનને લઈને ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. અંતે ઉપસ્થિત સૌએ બંને અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
📲Get App