🔥 TRENDING Supreme Court Orders Immediate Settlem... Rajasthan Government Launches Statewid... Punjab CM announces date for women’s c... Health Minister Nishant Kumar visits B... Thousands Flock to Omkareshwar’s Maha... Three Arrested in Pachmarhi Gang Rape...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં રામટેકરીરામદૂત હનુમાનજી મંદિરે બહેનો દ્વારા સત્સંગમાં ધૂનની રમઝટ

✍️ Reporter: Anil Vaghela 🗓 24 Aug 2026, 08:18 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
24/08/2026


પહેલી જ વાર
રાજુલામાં રામટેકરીરામદૂત હનુમાનજી મંદિરે બહેનો દ્વારા સત્સંગમાં ધૂનની રમઝટ

રાજુલા, તા 24/08/2026

રાજુલા શહેરમાં ઉદ્યોગ મંદિરની બાજુમાં આવેલ લોક આસ્થાના પ્રતિક સમાન રામદૂત હનુમાનજી મંદિરે પ્રથમવાર રામટેકરી વિસ્તારની બહેનો દ્વારા ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું

પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવાર નિમિત્તે આયોજિત આ સત્સંગમાં બહેનોએ હનુમાનજી મહારાજને માળા અને થાળ ધરી ભાવભેર ધૂનની રમઝટ બોલાવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું અને રામદૂત હનુમાનજી મહારાજની જય" ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે બહેનો અને દીકરીઓ દ્વારા સૌ ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

આ સત્સંગમાં મુખ્ય ઉપસ્થિત બહેનો

ચંપાબેન, ભાવનાબેન, પ્રભાબેન, હેતલબેન, હર્ષાબેન, પ્રવીણાબેન, સંગીતાબેન, લાભુબેન, નમ્રતાબેન સહિત રામટેકરી વિસ્તારની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હત

આ અનોખું આયોજન શ્રાવણ માસમાં ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

રામદૂત હનુમાનજી મહારાજની જય
📲Get App