🔥 TRENDING શહીદી યંગ કમિટી દ્વારા ગીર સોમનાથના ઘા... મોસ્કોમાં ભારત-રશિયા મુલાકાત: જયશંકરે... Bad Karaoke: Official Trailer Unveiled Sadhguru Announces Animated Film on Sh... Ever After: Official Trailer Released... Maharashtra Makes Marathi Mandatory fo...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જિલ્લા કલેક્ટરશ્રી ગંગાસિંઘે જવાહર નવોદય વિદ્યાલય અને રોઝાનાર ગામની મુલાકાત લીધી

જિલ્લા કલેક્ટરશ્રી ગંગાસિંઘે જવાહર નવોદય વિદ્યાલય અને રોઝાનાર ગામની મુલાકાત લીધી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 24 Aug 2026, 06:30 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રી ગંગાસિંઘે જવાહર નવોદય વિદ્યાલય, તિલકવાડા તેમજ રોઝાનાર ગામની મુલાકાત લીધી હતી.
જવાહર નવોદય વિદ્યાલય ખાતે શાળાના પ્રિન્સિપાલ ડો. મંજુ ઝાએ જિલ્લા કલેક્ટરશ્રીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રીએ વિદ્યા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી હતી.
આ બેઠક દરમિયાન શાળાની શૈક્ષણિક વ્યવસ્થા, માળખાકીય સુવિધાઓ તેમજ વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપ્યા હતા.
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ શાળાની ભૌતિક પ્રયોગશાળાનું રિબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે પ્રયોગશાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા.
કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ પાસેથી તેમના પ્રોજેક્ટ્સ અંગે માહિતી મેળવી હતી અને તેમની સર્જનાત્મકતા તથા વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કર્યો હતો. સાથે જ અભ્યાસની સાથે પ્રાયોગિક જ્ઞાનનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ શાળાના કરિયર કાઉન્સેલિંગ રૂમ સહિત સમગ્ર કેમ્પસની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.
આ દરમિયાન તેમણે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
મુલાકાતના અંતે જિલ્લા કલેક્ટરશ્રીએ શાળાના સ્ટાફ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તેમજ સ્ટાફની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન તથા સલાહ-સૂચનો આપ્યા હતા.
ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રીએ રોઝાનાર ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગ્રામજનો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી.
ગામમાં આંગણવાડી, આરોગ્ય, શિક્ષણ તેમજ પીવાના પાણી સહિતની વિવિધ મૂળભૂત સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી.
આ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી વિકાસ માટે ઉપલબ્ધ તકોનો મહત્તમ લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
તેમણે વિદ્યાર્થીઓને કારકિર્દી વર્કશોપમાં ભાગ લેવા ખાસ અપીલ કરી હતી અને શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ દ્વારા ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રીની આ મુલાકાત દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયની શૈક્ષણિક અને માળખાકીય વ્યવસ્થા તેમજ રોઝાનાર ગામની વિવિધ મૂળભૂત સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
📲Get App