🔥 TRENDING સેબરકાંઠા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન... ଶିଶୁ ବିକାଶ ସମତି ଗୁଡ଼ାରୀ ତରଫରୁ ପୋଷଣ ମାସ... வேலூர் மாவட்டத்தில் மதுபோதையில் தகராறி... લાઠી કલાપી સિટી ફીડરમાં વારંવાર વીજ કા... Punjab Police Foil Grenade Plot Ahead... Navરાત્રી દરમિયાન પોલીસે બાઈક અને કાર...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાણંદ-વિરમગામ હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ સાણંદ જીઆઇડીસી પોલીસની પ્રશંસનીય કામગીરી

સાણંદ-વિરમગામ હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ સાણંદ જીઆઇડીસી પોલીસની પ્રશંસનીય કામગીરી

✍️ Reporter: Gilani Asikali 🗓 24 Aug 2026, 05:52 PM 👁 152
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
₹1.11 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
સાણંદ: સાણંદ GIDC પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે સાણંદ-વિરમગામ હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા એક ટાટા ટ્રેલરમાંથી વિદેશી દારૂની કુલ 32,392 બોટલો જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની તપાસ દરમિયાન વિદેશી દારૂ ભરેલું ટાટા ટ્રેલર (RJ 09 GB 2470) ઝડપી પાડવામાં આવ્યું હતું. ટ્રેલરમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસ મુજબ દારૂના જથ્થા સાથે ટ્રેલર, ત્રણ મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹1,36,03,388નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા વિદેશી દારૂની અંદાજિત કિંમત ₹1,11,03,388 હોવાનું જણાવાયું છે.
આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમન્ના તાલુકાના રહેવાસી **કર્તારામ હમીરારામ મેઘવાલ (ઉંમર 30 વર્ષ)**ને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ તથા BNS 2023ની લાગુ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓ અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટર:
આસીકઅલી ગીલાણી, વિરમગામ
📲Get App