🔥 TRENDING दिल्ली पुलिस की जंतर-मंतर पर 10 अक्टूब... Afghanistan Cricket Team clinches hist... ગાંધીનગર દ્વારા આયોજિત **‘આયુષ મેળો–૨૦... ಮೈಸೂರು ದಸರಾ ಸಿದ್ಧತೆ ಪರಿಶೀಲಿಸಿದ ಶಾಸಕ ಯತ... गिलास छाप की चुनावी हुंकार! सुरेंद्र प... थाना भवन मेले में धार्मिक स्थल के पास...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં ઈદ-એ-મિલાદની ઉજવણી: રોશનીથી ઝગમગી ઉઠ્યું શહેર
Local

ભરૂચમાં ઈદ-એ-મિલાદની ઉજવણી: રોશનીથી ઝગમગી ઉઠ્યું શહેર

✍️ Reporter: Shahid Mansuri 🗓 24 Aug 2026, 03:52 AM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ શહેર આકર્ષક રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું, જેનો નજારો ખૂબ જ દિલકશ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેરમાં ઈદ-એ-મિલાદનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી આકર્ષક રોશનીએ વાતાવરણને દિવ્ય અને મનોહર બનાવી દીધું હતું.

શહેરના મુખ્ય માર્ગો અને ધાર્મિક સ્થળોને રંગબેરંગી લાઈટો અને તોરણોથી શણગારવામાં આવ્યા હતા. રાત્રિના સમયે ઝગમગતી રોશનીને કારણે ભરૂચનો નજારો અત્યંત દિલકશ અને આકર્ષક બની ગયો હતો, જેને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઈદ-એ-મિલાદના આ પર્વ નિમિત્તે શહેરભરમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું હતું. રોશનીથી ઝગમગતા આ દ્રશ્યોએ સ્થાનિક લોકોનું મન મોહી લીધું હતું અને શહેરની સુંદરતામાં અનેકગણો વધારો કર્યો હતો.
📲Get App