🔥 ट्रेंडिंग टाइम्स ऑफ इंडिया पर 'सिंह वर्सेस कौर 2... बेंगलुरु के एलीट क्लबों में स्वास्थ्य... राजस्थान के स्कूल में गैस सिलेंडर में... तमिलनाडु विधानसभा में 'जी स्क्वायर, लॉ... तमिलनाडु सरकार ने एआई व डीप‑टेक पहल की... मोहरी के वीआईपी रोड पर पेंटा होम्स के...
26 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મોડાસાના લીંભોઈ ગામ નજીક સ્વિફ્ટ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સદનસીબે મોટી જાનહાનિ ટળી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 अग. 2026, 04:58 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસાના લીંભોઈ નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયું છે, પરંતુ તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

મોડાસા પંથકના લીંભોઈ ગામ નજીક સ્વિફ્ટ કાર અને ઇકો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કરને કારણે બંને વાહનોના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું.

ઘટના સમયે બંને વાહનોમાં મહિલાઓ અને બાળકો સહિતના મુસાફરો સવાર હતા. અકસ્માતની ગંભીરતા જોતા મોટી જાનહાનિની આશંકા સેવાઈ રહી હતી, પરંતુ સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા મુસાફરોને મદદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
📲Get App