🔥 TRENDING ढाढ़ोली गांव में चुनावी माहौल RBI Launches New Forex Window to Meet... Kerala Lottery 10 Oct 2026: Karunya KR... Former Kerala CM Pinarayi Vijayan Deta... Crowds swell at Hyderabad bus and rail... 1.812 million voters may be omitted fr...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસામાં રખડતા ઢોરનો આતંક: સરઘસમાં ઘૂસેલા ગાયોના ટોળાને કારણે ૧૦ બાળકો ઇજાગ્રસ્ત
Local

મોડાસામાં રખડતા ઢોરનો આતંક: સરઘસમાં ઘૂસેલા ગાયોના ટોળાને કારણે ૧૦ બાળકો ઇજાગ્રસ્ત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Aug 2026, 05:26 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા શહેરમાં રખડતા ઢોરના કારણે સર્જાયેલી અફરાતફરીમાં ૧૦ બાળકો ઈજાગ્રસ્ત થયા છે, પાલિકા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ.

મોડાસા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાલિકા ચીફ ઓફિસર દ્વારા અગાઉ ઢોર નિયંત્રણ અંગે ખાતરી આપવામાં આવી હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ વધુ વણસી રહી છે અને નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.

તાજેતરમાં શહેરમાંથી નીકળેલા એક સરઘસ દરમિયાન અચાનક ગાયોનું ટોળું ઘૂસી જતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ અચાનક બનેલી ઘટનામાં ગાયોના હુમલા અને દોડધામને કારણે આશરે ૧૦ જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકોમાં નગરપાલિકા તંત્રની ઢીલી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા પગલાં માત્ર કાગળ પર જ સીમિત રહેતા હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
📲Get App