अपराध
અમદાવાદ: કૃષ્ણનગરમાં જાહેરમાં લુખ્ખાગીરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી પાઠ ભણાવ્યો
અમદાવાદના કૃષ્ણનગરમાં જાહેરમાં બિભત્સ અપશબ્દો બોલી દહેશત ફેલાવનાર શખ્સનો વીડિયો વાયરલ થતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે.
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં જાહેરમાં લુખ્ખાગીરી કરનાર એક અસામાજિક તત્વને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. શિવાજી ચોક જેવા જાહેર માર્ગ પર આ શખ્સ રાહદારીઓ સામે બિભત્સ અપશબ્દો બોલીને વિસ્તારમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ કૃષ્ણનગર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીને ઘટનાસ્થળે લાવીને જાહેરમાં માફી મંગાવી હતી. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.