देश
મહીસાગર જિલ્લામાં વિદેશી દારૂ પકડાયો
ગોધરા રેન્જ ડીઆઈજી વિધિ ચૌધરી મેડમ તથા મહીસાગર જિલ્લા પોલીસ વડા સફિન હસન ના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં કોઠંબા પોલીસ સ્ટેશન હદમાં આવેલા ખેમપુર ગામ પાસેથી અંદાજી રૂપિયા દોઢ લાખથી વધુ કિંમત નો વિદેશી દારૂનો જથ્થો મહીસાગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ખેતરમાં છુપાવેલા વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી ડાહ્યાભાઈ પ્રતાપભાઈ બારીયા રહેવાસી ખેમપુર તાલુકો લુણાવાડા ની ધરપકડ કરી કોઠંબા પોલીસ સ્ટેશનને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કોઠંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે