🔥 TRENDING बहराइच में जिलाधिकारी ने दिव्यांग मुबी... CJP Targets Kerala, Announces 20,000 N... CBI raids Punjab CM Bhagwant Mann's ca... Lift installed two months ago collapse... Seven Killed in Head‑On Collision on B... जैसलमेर में पंचायती राज चुनाव का चरण ब...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડની આહાર હોટેલમાં મન્ચુરિયન રાઈસમાંથી નીકળી જીવાત, ગ્રાહકોમાં રોષ
Local

વલસાડની આહાર હોટેલમાં મન્ચુરિયન રાઈસમાંથી નીકળી જીવાત, ગ્રાહકોમાં રોષ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 Aug 2026, 04:32 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડની એક જાણીતી હોટેલમાં પીરસવામાં આવેલા મન્ચુરિયન રાઈસમાંથી જીવાત નીકળતા ખાદ્ય સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

વલસાડ શહેરમાં આવેલી આહાર હોટેલની મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં જમવા આવેલા એક ગ્રાહકે મંગાવેલા મન્ચુરિયન રાઈસની ડિશમાંથી જીવાત નીકળતા ભારે ચકચાર મચી ગઈ છે. ગ્રાહકે આ અંગે હોટેલ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

ખાધ્ય પદાર્થમાં જીવાત જોવા મળતા ગ્રાહકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. હોટેલ દ્વારા પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સામે અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં હોટેલના સંચાલન અને સ્વચ્છતાના ધોરણોને લઈને ચર્ચાનો વિષય બન્યો છે.

આ પ્રકારની બેદરકારી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન હોવાનું લોકો જણાવી રહ્યા છે. હાલમાં આ મામલે હોટેલ સંચાલકોની કામગીરી અને સ્વચ્છતાના મુદ્દે તપાસની માંગ ઉઠી છે.
📲Get App