अपराध
ધાંગધ્રાના ધ્રુમઠ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, એક ફરાર
यहाँ देखें:
▶️ YouTube
ધાંગધ્રા તાલુકા પોલીસે ધ્રુમઠ ગામે દરોડો પાડી જુગાર રમતા પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે.
ધાંગધ્રા તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે ધ્રુમઠ ગામે જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા પાંચ વ્યક્તિઓને રંગે હાથે ઝડપી લીધા હતા.
પોલીસની આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ પકડાયેલા આરોપીઓ સામે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતેકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ વિક્રમભાઈ કાળુભાઈ કાળુભાઈ ચતુરભાઈ રવિરાજભાઈ બાબુભાઈ રમેશભાઈ પોપટભાઈ વિરમભાઈ બાબુભાઈ નો સમાવેશ થાય છે
હાલમાં ફરાર થયેલા આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ધાંગધ્રા તાલુકા પોલીસ મથક દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા