🔥 TRENDING CBI raids Punjab CM Bhagwant Mann's ca... Lift installed two months ago collapse... Seven Killed in Head‑On Collision on B... जैसलमेर में पंचायती राज चुनाव का चरण ब... एटा में चोरी के इनवर्टर और गोल्ड लोन र... ખાવડા ચોરી કેસનો ફરાર રાજસ્થાની આરોપી...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચની મનુબર ચોકડી પર આવેલી હોટલ પર તંત્રનો સપાટો, વાસી ખોરાક મળતા હોટલ સીલ
Local

ભરૂચની મનુબર ચોકડી પર આવેલી હોટલ પર તંત્રનો સપાટો, વાસી ખોરાક મળતા હોટલ સીલ

✍️ Reporter: Shahid Mansuri 🗓 22 Aug 2026, 05:48 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચની મનુબર ચોકડી પર આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વાસી ખાદ્ય સામગ્રી મળી આવતા હોટલ બંધ કરાવી દેવામાં આવી છે.

ભરૂચની મનુબર ચોકડી પર આવેલી 'અસલ અમદાવાદી તવા ફ્રાય' હોટલ પર વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. એસડીએમ મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલની આગેવાની હેઠળ પોલીસ, ડ્રગ્સ વિભાગ, ફાયર અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન હોટલમાંથી મોટી માત્રામાં વાસી ખાદ્ય સામગ્રી મળી આવી હતી, જેને તંત્ર દ્વારા તાત્કાલિક જપ્ત કરવામાં આવી હતી. આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન અને ગંભીર બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા હોટલને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે.

આ દરોડાને પગલે વિસ્તારના અન્ય ખાદ્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. તંત્રની આ કાર્યવાહી બાદ હવે હોટલ સંચાલકો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App